Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આયુષ્યમાન ભારત યોજનાનાં ૫૦ દિવસ પુરા થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરેલી હેલ્થ ઈન્શ્યોરન્સ સ્કીમ આયુષ્માન ભારત યોજનાને આાજે ૫૦ દિવસ પુરા થયા છે. આ ૫૦ દિવસમાં દેશના ૨ લાખ લોકોએ મફત સારવાર કરાવી છે. અને સરકારને ૧૭ અબજ રુપિયાના ક્લેઈમ મળ્યા છે. જેમાં અલગ અલગ રાજ્યોએ ૩ અબજ રુપિયાના કલેઈમ મંજૂર પણ કરી દીધા છે.
સરકારના આંકડા જણાવી રહ્યાં છે કે, અત્યાર સુધીમાં પાંચ લાખ લોકોને મેડીક્લેઈમ યોજનાના કાર્ડ મોકલી આપવામાં આવ્યા છે. સરકારે ૧૦ કરોડ ગરીબ પરિવારોના ૫૦ કરોડ સદસ્યોને આ યોજના હેઠળ આવરી લેવાનો દાવો કર્યો છે. જેમાં દરેકને પાંચ લાખ રુપિયા સુધીનું મેડિકલ ઈન્શ્યોરન્સનો લાભ આપવામાં આવશે.આયુષ્માન ભારત યોજનાનો પ્રચાર વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વિમા યોજના તરીકે કરવામાં આવ્યો છે. જેમાં આગામી નાણાકીય વર્ષ દરમિયાન આ યોજના માટે રુપિયા ૧૨૦ કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત ૨૫ સપ્ટેમ્બરે આ યોજના લોન્ચ કરી હતી.

Related posts

५० हजार से अधिक लेनदेन के लिए आधार जरुरी होगा

aapnugujarat

पश्चिम बंगाल में प्राचीन मूर्तियां बरामद

editor

चीन नेपाल को भारत के खिलाफ करने की जुगत में

aapnugujarat

Leave a Comment

UA-96247877-1