Aapnu Gujarat
ગુજરાત

ગૌહત્યા મામલે કોંગ્રેસ-ભાજપ વચ્ચે મારામારી, કોંગ્રેસ પ્રમુખનો શર્ટ ફાટ્યો

અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ગૌહત્યાના વિરોધમાં ગૌભક્ત ચૈતન્યશંભુ મહારાજ ૪૮ કલાકના પ્રતીક ઉપવાસ પર બેઠા છે ત્યારે ઉપવાસના સ્થળે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારીના દૃશ્યો સર્જાયા હતા. ઉપવાસ સ્થળે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો જેમાં કોંગ્રેસના શહેર પ્રમુખ ચેતન રાવલ અને પૂર્વ મેયર અમિત શાહ વચ્ચે મારામારી થઇ હતી. આ ઘટનામાં કોંગ્રેસના શહેર પ્રમુખનો શર્ટ ફાટી ગયો હતો.ઉલ્લેખનીય છે કે, ઉપવાસ સ્થળે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો ઉપરાંત ભાજપના કાર્યકરો પણ હાજર હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરો પણ અહીં આવી પહોંચ્યાં હતા. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, અમારા કાર્યકરોને જોતાં જ ભાજપના કાર્યકરો ઉશ્કેરાયા હતા અને અમારી ઉપર પથ્થરમારો કર્યો હતો. જ્યારે ભાજપનું કહેવું છે કે, મારામારની શરૂઆત કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ૨૦૧૭માં સત્તા જવાના ડરથી ભાજપ અને તેના મણતિયાઓ ભેગા થઇને ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. ગઇકાલ રાતની ઘટના અને આજની ઘટના બતાવે છે કે ભાજપને સત્તા જવાનું ડર ઘૂસી ગયો હોવાથી હિંસક માર્ગ અપનાવી રહી છે. કોંગ્રેસ આનો જવાબ ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે આપશે અને ૨૦૧૭ની ચૂંટણીમાં પ્રજા પણ ભાજપને પાઠ ભણાવશે.ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કેરળના કોંગ્રેસના નેતાએ કરેલા કૃત્યને વખોણવા માટે આખા દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે, જેના ભાગરૂપે અમદાવાદમાં પણ સંતો અને આગેવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. તે સમયે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ મારામારી કરી છે તે શરમજનક છે. કોંગ્રેસ ગૌહત્યાના મામલે વિરોધ કરીને પોતાની રાષ્ટ્ર વિરોધી વિચારધારા બતાવી રહી છે જેને આ દેશની કરોડો જનતા માફ નહીં કરે.

Related posts

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીઃ ઉમેદવારની યાદીમાં આનંદીબહેન પટેલ રેસમાં સૌથી આગળ

aapnugujarat

લુખ્ખા તત્વોએ પોલીસને બતાવી બંદૂક

aapnugujarat

પંચમહાલમાં ખેડૂતો રોપણી કાર્યમાં જોતરાયા

editor

Leave a Comment

UA-96247877-1