Aapnu Gujarat
ગુજરાત

હજીરા બાયપાસ ઉપર ડમ્પર ચાલકે બે યુવકને ટક્કર મારી

સુરતના હજીરા પોલીસ સ્ટેશનની પાછળ હજીરા બાયપાસ હાઈવે પર ગઇ મોડીરાત્રે ડમ્પર ચાલકે એક એક્ટીવાને અડફેટે લેતાં બે યુવકોને કચડી નાખતાં બંને યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજયા હતા. બીજીબાજુ, અકસ્માત સર્જનાર ડમ્પરચાલક ઘઠનાસ્થળેથી નાસી છૂટયો હતો. તો, બંને યુવાનોના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા સાથે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. સ્થાનિક હજીરા પોલીસે આ સમગ્ર ઘટના અંગે જરૂરી ગુનો નોંધી આરોપી ડમ્પરચાલકની શોધખોળ શરૂ કરી છે. હજીરા પોલીસના જણાવ્યા અનુસાર સુરતના હજીરા બાયપાસ હાઈવે પર શનિવારે મોડીરાત્રે સોનુ અને વિરૂ નામના બંને યુવકો એક્ટીવા પર હજીરા ગામ તરફ જઇ રહ્યા હતા તે અરસામાં બાયપાસ રોડ પર એક ડમ્પર ચાલકે રાત્રિના અંધકારમાં પોતાનું વાહન ગફલતભરી રીતે અને બેદરકારીભરી રીતે હંકારી એકટીવાને અડફેટે લેતાં બંને યુવકો ડમ્પરની નીચે આવી ગયા હતા. ભારે ડમ્પરના વિશાળ ટાયરો યુવકોના માથા અને કમરના ભાગે ફરી વળતાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેઓના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા. મોતને ભેટેલો સોનુ લલીત ગુપ્તા એલ એન્ડ ટીમાં નોકરી કરતો હતો અને તેનો મિત્ર વિરૂ એસ્સાર કંપનીમાં નોકરી કરતો હતો. બંને યુવકો વાંસવા ગામે રહેતા હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી. અકસ્માત બાદ ડમ્પરચાલક ઘટનાસ્થળેથી ભાગી છૂટયો હતો. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં હજીરા પોલીસ ત્યાં દોડી આવી હતી અને ડમ્પરચાલક વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી મૃતક યુવકોની લાશને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. વધુમાં પોલીસની એક ટીમ અંદાણી પોર્ટ, હજીરાગામ સહિતના વિસ્તારોમાં જે ડમ્પરથી અકસ્માત સર્જાયો તેની તપાસ કરવા માટે વાહનોના ટાયર સહિતના પાસાઓની તપાસ હાથ ધરી હતી. જો કે, હજુ સુધી ડમ્પરચાલક હાથમાં આવ્યો નથી.

Related posts

नोटबंदी के खिलाफ कांग्रेस का शहर में विरोध प्रदर्शन

aapnugujarat

શહેરા તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

editor

કુટુંબ નિયોજન માટેની તમામ સુવિધાઓ વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1