Aapnu Gujarat
ગુજરાત

ભલે ઓટલો ના મળે, રોટલો જરૂર મળશે ભાઇ…!!દિયોદર નું માનવતા ગ્રુપ ની સુવાસ..

મહામારી વચ્ચે દિયોદર ના માનવતા ગ્રુપની મહેક.,, જરૂરિયાત મંદ પરિવારો ને સવાર સાંજ આપે છે ભોજન….

સમગ્ર ભારતમાં કોરોના વાયરસ નો હાહાકાર મચી જવા પામ્યો છે. જોકે ગુજરાતમાં આ વાયરસની કેસોની સંખ્યા પણ જોવા મળી રહી છે.જોકે આ કોરોનાવાયરસ વચ્ચે વાત કરીએ તો વિવિધ સંસ્થાઓ અનેક ગ્રુપો દ્વારા માનવતા ની મહેક બતાવી છે.ગરીબ પરિવારોને ભોજન સાથે અન્ય સહાય કરવામાં આવી રહ્યા છે ત્યારે આ મહામારી વચ્ચે દિયોદર માનવતા ગ્રૂપ એ પહેલ કરી સવાર-સાંજ જરૂરિયાત મંદ પરિવારોને ગરમ ભોજન મળી રહે તે હેતુથી રોટલા શાક, ખીચડી કઢી,દાળ ભાત બનાવી ત્રણ ટીમો દ્વારા દિયોદર ના વિવિધ વિસ્તારોમાં ભોજન પહોંચાડી રહ્યા છે.જોકે આ ગ્રુપનું એક બિરદાવવા લાયક કામ ગણી શકાય છે..દિયોદર માનવતા ગ્રુપ દ્વારા દિયોદર ના જરૂરિયાત મંદ લોકો ભોજન આપવમાં આવી રહ્યું છે. દિયોદર માનવતા ગ્રુપ દ્વારા હજારથી વધુ લોકોને સવાર-સાંજ નવ યુવાનો વડીલો ના સથવારે ગરમ ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. ગુજરાતની આગવી ઓળખ છે કે ગમે ત્યારે મુશ્કેલી આવે ત્યારે ખભેથી ખભો મિલાવીને આવેલ આફતને હળવી કરવામાં મદદ કરે છે.દિયોદરમાં ચાલી રહેલા અભિયાનને દાતાઓ દ્વારા અવિરત સહયોગ પુરો પડી રહ્યો છે. દિયોદર માનવતા ગ્રૂપ દ્વારા કરવામાં આવેલી કામગીરી કોઈપણ ફોટા કે પ્રસિદ્ધિ વિનાની કામગીરી કરી રહ્યા છે. દિયોદરના વેપારીઓ ,નોકરિયાત વર્ગ ,હોય સામાન્ય માનવી હોય કે પછી રાજકીય મહાનુભવો , વડીલો હોય યુવાનો હોય સૌ સાથે મળી કામ કરી રહ્યા છે . માનવતા ગ્રુપ .માં સેવા આપતા કાર્યકરો પણ છ વાગ્યાથી રાત્રિના દસ અગિયાર વાગ્યા સુધી ખડે પગે કામ કરી રહ્યા છે ખરેખર એ પણ ધન્યતા ને પાત્ર છે. ની: સ્વાર્થ ભાવે સેવા કરનાર વ્યક્તિઓ જોવા મળી રહ્યા છે. ખરેખર એ માનવતા ગ્રૂપ દ્વારા કરવામાં આવેલી કામગીરી બિરદાવવા લાયક કામગીરી છે….

રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા….

Related posts

સુરેન્દ્રનગર ખાતે ભાજપાના વિજય સંકલ્પ સંમેલનમાં હજારો કાર્યકરોએ ભવ્ય વિજયના સંકલ્પ લીધા

aapnugujarat

રાજ્યમાં હજુ ૪૧ ટકા વરસાદની ઘટ છે

editor

કોરોના વાયરસ ભગાવો નવરાત્રિ ઉત્સવ ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબ દ્વારા ઉજવાયો

editor

Leave a Comment

UA-96247877-1