Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર તાલુકાની પોલીસે લોક ડાઉન જાહેરનામાના ભંગ બદલ એક દિવસમાં ૧૫ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો..

     પાવીજેતપુર તાલુકા ની પોલીસ દ્વારા લોકડાઉન નિમિત્તે જાહેરનામાનો ભંગ કરનાર  વ્યક્તિઓ સામે એક જ દિવસમાં ૧૫ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
     સમગ્ર વિશ્વ કોરોનાવાયરસ ની મહામારી થી હેરાન-પરેશાન થઇ જવા પામ્યું છે ત્યારે અગમચેતીના ભાગરૂપે ૨૧ દિવસનુ લોકડાઉન કરવામાં આવ્યું છે જેનું ચુસ્તપણે પાલન થાય તે માટે પાવીજેતપુર તાલુકાની જેતપુર, કરાલી તેમજ કદવાલ પોલીસ સ્ટેશનની પોલીસ કડક થતાં દુકાન ખોલીને બેસતા તેમજ વગર કામના હરતા ફરતા લોકો સામે લાલ આંખ કરતા એક જ દિવસમાં ૧૫ જેટલા કેસ જાહેરનામા ભંગના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં  આવી છે.
      પાવીજેતપુર પોલીસે મુસ્તાકભાઈ મલેક, વિષ્ણુભાઈ નાયક ,રમેશભાઈ રાઠવા, પ્રશાંતકુમાર ગુપ્તા ,આશિફભાઈ નાગર વિરૂધ્ધ જાહેરનામાં  ભંગ ની ફરિયાદ દાખલ કરી છે.

કદવાલ પોલીસે લક્ષ્મણભાઈ રાઠવા, જગદીશભાઈ રાઠવા, દીપકકુમાર રાઠવા, શૈલેષકુમાર રાઠવા વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે.
જ્યારે કરાલી પોલીસે ઉપેન્દ્રભાઈ કોળી, ભવાનભાઈ રાઠવા, ગમજીભાઈ રાઠવા, શુગડીયાભાઈ ભીલ, લક્ષ્મણભાઈ રાઠવા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમ ,પાવીજેતપુર તાલુકાના ત્રણે પોલીસ સ્ટેશનમાં થઇ કુલ ૧૫ વ્યક્તિઓ સામે જાહેરનામાનો ભંગ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઇમરાન સિંધી…. પાવીજેતપુર

Related posts

જન્મ-મરણના દાખલા મળશે ઓનલાઇન

editor

પાવાગઢ મંદિર ટ્રસ્ટ બનાવશે ઓક્સિજન પ્લાન્ટ

editor

સરકાર પેટ્રોલ-ડીઝલ મામલે સતત ચિંતિત હતી, કોંગ્રેસનું કામ લોકોને ભરમાવવાનુંઃ જીતુ વાઘાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1