Aapnu Gujarat
ગુજરાત

જન્મ-મરણના દાખલા મળશે ઓનલાઇન

ગુજરાતમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે જન્મ મરણના દાખલા માટે લાઈનોમાં ઉભુ રહેવું નહીં પડે. ગુજરાત સરકાર દ્વારા એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જન્મ કે મરણના દાખલા માટે ઓનલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ કોરોના મહામારીના કારણે તમામ સરકારી અને પ્રાઈવેટ ઓફિસોમાં ૫૦ ટકા સ્ટાફ સાથે કામ કરી રહ્યો છે. જેના પર દબાણ ન આવે અને લોકોને પોતાના સ્વજનના દાખલા મેળવવા લાઈનોમાં ઉભું રહેવું ન પડે તેના માટે આ નિર્ણય લેવાયો છે. સીએમ રૂપાણીના આ નિર્ણયથી હવે કોઇ સ્વજનને લાઈનમાં ઉભા રહેવું નહીં પડે. જન્મ અને મરણ પ્રમાણપત્ર હવે ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે. જેના માટે તમારા મોબાઇલ ફોન પર જીસ્જીથી આ અંગેની લિંક મોકલાશે. લિંક મારફતે પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે.
જન્મ અને મરણના દાખલા માટે હવે કોઇ સ્વજને લાઇનમાં ઉભા રહેવું નહીં પડે.ટૂંક સમયમાં ઓનલાઇન સિસ્ટમ મારફતે જન્મ અને મરણ પ્રમાણપત્ર ડાઇનલોડ કરી શકાય તે માટે આપના મોબાઇલ ફોન ઉપર જીસ્જીથી આ અંગેની લિંક મોકલવામાં આવશે.આ લિંક મારફતે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે ૈષ્ઠ.ુંૈીંંિ.ર્ષ્ઠદ્બ/ઈ૯દૃરઇહ૦ઇડ્ઢઈ
હાલ કોરોના મહામારીમાં અનેક લોકો ભોગ બની રહ્યા છે, બીજી બાજુ જન્મ અને મરણના દાખલા માટે લોકો અનેક મહાનગરપાલિકામાં લાઈનો લગાવીને રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે કોઇ સ્વજને લાઇનમાં ઉભા રહેવું નહીં પડે. ટૂંક સમયમાં ઓનલાઇન સિસ્ટમ મારફતે જન્મ અને મરણ પ્રમાણપત્ર ડાઇનલોડ કરી શકાય તે માટે આપના મોબાઇલ ફોન ઉપર જીસ્જીથી આ અંગેની લિંક મોકલવામાં આવશે.આ લિંક મારફતે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં હાલ કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય રહેલો છે અને તે કારણે જ સરકારી અને પ્રાઈવેટ ઓફિસો ૫૦ ટકા સ્ટાફ સાથે કામ કરી રહી છે. હવે આ સ્થિતિમાં મહાનગરપાલિકાઓમાં અધિકારીઓ કોવિડમાં વ્યસ્ત છે ત્યારે જન્મ અને મરણનું પ્રમાણપત્ર રૂબરૂ નહી આપવામાં આવે. ટેમ્પરરી આ પ્રથા બંધ કરી દેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે રાજ્યમાં ૧ એપ્રિલ ૨૦૨૧થી ૩૧મી જુલાઈ ૨૦૨૧ દરમિયાન જન્મ મરણના બનાવો કોરોના મહામારીને કારણે વિશિષ્ટિ સંજોગોમાં બની રહ્યા હોવાને કારણે ૨૧ દિવસમાં નોંધાવી શકાયા ન હોય તો તેવા ૨૨ દિવસથી વધુ પરંતુ ૩૬૫ દિવસ સુધી વિલંબિત જન્મ કે મરણના બનાવોની નોંધણી માટે એફિડેવીટ કરવામાંથી પણ હાલ પુરતી મુક્તિ આપવામાં આવી છે અને આ અંગે લેટ ફી વસૂલવામાં નહી આવે.

Related posts

બનાસકાંઠામાં દુષ્કાળના એંધાણ

editor

પરણિતાએ સોમનાથના દરિયામાં કૂદકો માર્યો

aapnugujarat

નિરવ સહિતના ડિફોલ્ટર્સના મહાયજ્ઞમાં નામજોગ સ્વાહા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1