Aapnu Gujarat
ગુજરાત

જોટાણા તાલુકાને આગામી પાંચ દિવસમાં સંપૂર્ણ સેનેટાઇઝ કરવાનો નિર્ધાર: સુદીપ શાહ જોટાણા તાલુકા વિકાસ અધિકારી

જોટાણા તાલુકાના 10 થી વધુ ગામોમાં સેનેટાઈઝેશન ની કામગીરી પૂર્ણ : પાંચ દિવસમાં બીજા 35 ગામોમાં સેનેટાઈઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે

    કોરોના વાયરસના સંક્રમણ ને નાથવાના ભાગરૂપે જોટાણા તાલુકા વિકાસ અધિકારી સુદીપ શાહ દ્વારા અનોખી પહેલ કરાઈ છે.ખેતીમાં દવા છંટકાવના  મશીન દ્વારા તાલુકાના 10 થી વધુ ગામોમાં સોડીયમ હાયપોક્લોરાઈટનો ઉપયોગ કરીને ગામડાઓને સેનેટાઇઝ કરી દેવામાં આવ્યા છે અને બીજા પાંચ દિવસમાં સંપૂર્ણ તાલુકાને સેનેટાઇઝ કરી દેવાના લક્ષ્યાંક સાથે કામ આરંભી દેવામાં આવ્યું છે.

તાલુકા વિકાસ અધિકારી સુદીપ શાહે જણાવ્યું કે સોશિયલ મીડિયામાં ખેતીમાં દવા છાંટવાનું મશીન જોયું હતું જેના થી બીજા તાલુકાઓના ઘણા ગામડાઓમાં સેનેટાઈઝેશન કરવામાં આવી રહ્યું હોવાનું જાણી જોટાણા તાલુકામાં પણ ગામના જાહેર સ્થળોએ સોડીયમ હાયપોક્લોરાઈટનો ઉપયોગ કરી ને ગામડાઓને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે.ખેતીમાં દવા છંટકાવના મશીન ને ટ્રેકટર ઉપર મૂકી તાલુકા પંચાયતના સીધા માર્ગદર્શન હેઠળ ગામડાઓના સ્થાનિક સરપંચ અને તલાટીઓ ના પ્રયત્નો થી ગામને સેનેટાઇઝ કરી ગામને જીવાણુ અને વિષાણુથી મુક્ત કરવામાં આવી રહ્યા છે.

  કોરોના વાયરસ એ ના ભરડામાં સંપૂર્ણ વિશ્વ આવી ગયું છે ત્યારે વાયરસ ચેપગ્રસ્ત સાથે સીધા સંપર્કમાં આવવાથી કે ચેપગ્રસ્ત વસ્તુઓ કે સપાટીના સ્પર્શ થી ફેલાયી રહ્યો છે આ વાયરસના જીવાણુઓ પર્યાવરણની વિવિધ સપાટીઓ ઉપર જુદા જુદા સમયગાળા સુધી જીવિત રહી શકે છે તેમ છતાં તેને કેમિકલવાળા સેનેટાઈઝર દ્વારા સરળતાથી નિષ્ક્રિય બનાવી શકાય છે એમ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

 તાલુકાના ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકાઓ ગામડાઓને સેનિટાઈઝ કરવા માટે લેવાયેલ પગલાં માટે બિરદાવ્યા હતા.

આપણું ગુજરાત ન્યુઝ-કડી
જૈમિન સથવારા

Related posts

સ્વાતંત્ર્ય પર્વના દિને માથાસુરના કુંજ મકવાણાનું સન્માન કરાયું

aapnugujarat

ગુજરાત સરકારે પેન્શનરો અને કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કર્યો

aapnugujarat

રોમાંચની વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ માટે ૧૯મીએ ચૂંટણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1