Aapnu Gujarat
ગુજરાત

કડી પોલીસ સ્ટેશનમાં લગાવાઈ સેનેટાઇઝર ટનલ

 વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકો વાયરસ થી બચવા રોજ નવા પ્રયોગો કરી રહ્યા છે.કડી પોલીસ સ્ટેશનમાં આવતા મુલાકાતીઓ અને પોલીસ સ્ટાફ માટે દાતાના માધ્યમ થી સેનેટાઇઝર ટનલ બનાવવામાં આવી છે.

 કોરોના વાઇરસ ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે સરકાર દ્વારા લોકોને કામ સિવાય ઘર બહાર નહી નીકળવાની  વારંવાર અપીલ કરવામાં આવી રહી છે અને બહાર નીકળતા લોકોને મોઢા ઉપર માસ્ક તેમજ સેનેટાઈઝર દ્વારા વારંવાર હાથ સાફ કરવાનું તેમજ સામાજિક અંતર જાળવવા કહેવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લામાં સૌપ્રથમ વાર કડી પોલીસ સ્ટેશનમાં આવતા મુલાકાતીઓ અને પોલીસ સ્ટાફ માટે વાયરસ થી બચવા માટે સાત ફૂટ ઊંચી અને સાત ફૂટ પહોળી  સેનેટાઇઝર ટનલ તૈયાર કરવામાં આવી છે.એક સાથે ત્રણ લોકો ને સેનેટાઇઝ કરી શકે તેવી ટનલ ફક્ત 20 થી 25 હજાર ના નજીવા ખર્ચમાં A ટુ Z નામની એન્જીનિયરિંગ કંપની દ્વારા બનાવવામાં આવી છે.સેનેટાઈઝર ટનલ દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાતે આવતા મુલાકાતીઓ તેમજ પોલીસ જવાનોને સૌપ્રથમ સેનેટાઇઝ કરી પોલીસ સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવશે તેવું કડી પોલીસ સ્ટેશનના પી.આઈ.ઓ.એમ.દેસાઈ એ જણાવ્યું હતું.

કડી માં લક્ષ્મી કેટરીંગ ના વ્યવસાય સાથે સંકળાયેલા મોહનલાલ દ્વારા લોકોની સુરક્ષામાં ચોવીસ કલાક ખડેપગે સેવા કરતા પોલીસ જવાનોને કોરોના નામના ઘાતક વાયરસ થી બચાવી શકાય તેવા ઉમદા હેતુ થી  સેનેટાઇઝર ટનલ નું નિર્માણ કરાવી કડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.

આપણું ગુજરાત ન્યુઝ-કડી
જૈમિન સથવારા

Related posts

માફી યોજનાના ફેરફારો અંગે લાભ ખેડૂત અને ટ્રસ્ટને મળશે

aapnugujarat

કાજલી ખાતે જલ જીવન મિશન અંતર્ગત ગ્રામસભા યોજાઇ

editor

ગુજરાતના દરિયામાં માછલીઓ ખૂટી પડી – હજારો બોટ દરિયામાંથી વહેલી પરત ફરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1