Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર તાલુકાના કદવાલ પોલીસ દ્વારા લોકડાઉન દરમ્યાન ૫૨ જેટલી મોટરસાઈકલો ડિટેઈન કરતાં વાહન ચાલકોમાં ફફડાટ…..

  સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ફેલાઈ ગયો છે ત્યારે ભારત દેશમાં ૨૧ દિવસની લોકડાઉન ની જાહેરાત કરી છે જે અનુસંધાને પાવીજેતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાં  મોટર સાઈકલ ચાલકો , નાના-મોટા વાહન ચાલકો દ્વારા જિલ્લા કલેકટરનાં જાહેરનામાનો ભંગ કરાતાં કદવાલ પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી સંઘન ચેકિંગ હાથ ધરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ૫૨ જેટલી મોટરસાયકલ ડિટેઇન કરવામાં આવી છે અને ૧૮૮ મુજબ ૨૦ જેટલા  ગુના દાખલ કરવામાં આવ્યા છે.

પાવીજેતપુ તાલુકાનાં કદવાલ પોલીસ સ્ટેશનની હદમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી રોડ રસ્તાઓ ઉપર ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહન ચાલકોને કોરોના વાઈરસના કહેર વચ્ચે ઘરની બહાર નીકળો ત્યારે મોઢા પર માસ્ક પહેરીને વાહન ચલાવવાની સલાહ-સુચન આપવામાં આવી હતી.પરંતુ ઘણા વાહન ચાલકો લોકડાઉન નાં નિયમોનું ઉલ્લંઘન કરી વારંવાર વાહનો લઇ જાહેરનામાનો ભંગ કરી કઈ કામ કાજ વગર ફરતા હોવાથી તેઓ કોઈ ને કોઈ બહાના બતાવી રોડ રસ્તા ઉપર ફરતા જોવા મળી રહ્યા હતા જેના કારણે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરાતા કદવાલ ચોકડી ઉપર તેમજ અન્ય રસ્તાઓ પર પોલીસ પોઈન્ટ ગોઠવી પેટ્રોલિંગ દરમિયાન સંઘન ચેકિંગ વખતે ઘણા ફાલતુ ફરતા લોકોને અટકાવી કલેક્ટરનાં જાહેરનામાના ભંગ બદલ ૫૨ જેટલી મોટરસાયકલો ડિટેઇન કરી અને ૧૮૮ મુજબ ૨૦ જેટલા ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેના કારણે કદવાલ વિસ્તારમાં રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા હતા અને કદવાલ વિસ્તારમાં સવારના સમયે માત્ર કરિયાણાની દુકાનો,મેડિકલ સ્ટોર,શાકભાજી માર્કેટમાં પણ વધારે ભીડ ન કરવાની દુકાનદારોને પોલીસ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

ગુજરાતમાં ટાઇફોઇડનાં કેસોમાં ૫૫૭ ટકા સુધીનો વધારો

aapnugujarat

ડભોઇ માં યોજાયો મતદાર જાગૃતિ કાર્યકમ

editor

રાજીવ ગાંધીની પૂણ્યતિથિએ મોટી સિદ્ધિઓની યાદ તાજી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1