Aapnu Gujarat
ગુજરાત

રોમાંચની વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ માટે ૧૯મીએ ચૂંટણી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી તા.૧૯મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીમાં ઝંપલાવવા ઇચ્છતા ઉમેદવારો તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં વિધાનસભા સચિવાલયને પોતાની ઉમેદવારી અંગે વિધિવત્‌ જાણ કરી શકશે. હાલ ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકરની જવાબદારી ડો.નીમાબહેન આચાર્ય સંભાળી રહ્યા છે. જો કે, વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે વડોદરાના રાવપુરા બેઠકના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રભાઇ ત્રિવેદીનું નામ નક્કી મનાઇ રહ્યું છે. બીજીબાજુ, તા.૧૯મી ફેબ્રુઆરીથી તા.૨૮મી ફેબ્રુઆરી સુધી ચાલનારું વિધાનસભા બજેટ સત્ર નર્મદાના પાણી, ખેડૂતોને ટેકાના ભાવ, બેરોજગારી સહિતના પ્રશ્નોને લઇ તોફાની બને રહેવાની પૂરી સંભાવના છે. ગત સરકારમાં રાજેન્દ્રભાઇ ત્રિવેદી રાજયકક્ષાના મંત્રી હોવાછતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રચાયેલી નવી સરકાર અસ્તિત્વમાં આવી ત્યારે નવા મંત્રીમંડળમાં વડોદરાને પ્રતિનિધિત્વ નહી અપાતાં ભાજપમાં આંતરિક રોષની લાગણીએ ભારે વિવાદ ઉભો કર્યો હતો. સામાન્ય રીતે વિધાનસભાના અધ્યક્ષપદે શાસકપક્ષના સિનિયર અને સર્વમાન્ય હોય એવા ધારાસભ્યને મૂકવામાં આવતા હોય છે. ઉલ્લેખનીય છે કે, આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા ચૂંટણી હારી ગયા હતા. જયાં સુધી ગુજરાત વિધાનસભાના નવા અને કાયમી અધ્યક્ષની નિયુકિત ના થાય ત્યાં સુધી હાલ પ્રોટેમ સ્પીકર તરીકે ડો.નીમાબહેન આચાર્ય આ જવાબદારી સંભાળી રહ્યા છે. હવે તા.૧૯મી ફેબ્રુઆરીએ વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી યોજાવાની છે પરંતુ ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીનું નામ વિધાનસભા અધ્યક્ષપદે સૌથી આગળ છે અને લગભગ તે નક્કી જ છે. આજે ગૃહરાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને રાજેન્દ્ર ત્રિવેદીએ રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની મુલાકાત લીધી હતી. દરમ્યાન તા.૧૯મી ફેબ્રુઆરીએ વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી બાદ ગુજરાત રાજયના રાજયપાલ તેમનું વિશેષ પ્રવચન આપશે. બીજા દિવસે એટલે કે, તા.૨૦મી ફેબ્રુઆરીએ નાણાં વિભાગનો હવાલો સંભાળતા રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ મહત્વનું બજેટ રજૂ કરશે. જો કે, તા.૧૯મી ફેબ્રુઆરીથી તા.૨૮મી ફેબ્રુઆરી સુધી ચાલનારુઆ વખતનું વિધાનસભા બજેટ સત્ર નર્મદાના પાણી, ખેડૂતોને પોષણક્ષણ ટેકાના ભાવ, યુુવાનોની બેરોજગારી, મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ઉછાળા સહિતના સંખ્યાબંધ પ્રશ્નોને લઇ તોફાની બની રહેવાની પૂરી સંભાવના છે. કારણ કે, વિપક્ષ કોંગ્રેસે આ બધા મુદ્દાઓને લઇ પહેલેથી જ શાસક પક્ષ ભાજપને ઘેરવાની તૈયારી કરી રાખી છે તો, ભાજપે વિપક્ષની વ્યૂહરચનાને ઉંધી વાળવાના પ્લાન ઘડી રખાયા છે.

Related posts

ગુજરાતની આઈક્રિએટ સાથે ઇઝરાયેલના ત્રણ કરાર થયા

aapnugujarat

૩૭ દિવસથી દલિત આગેવાન ઉપવાસ પર : કોઇ જ ન ફરક્યું

aapnugujarat

UKનાં વિઝા ના મળતાં ચરોતરના યુવકે જીવન ટૂંકાવી લીધું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1