Aapnu Gujarat
ગુજરાત

સરકાર પેટ્રોલ-ડીઝલ મામલે સતત ચિંતિત હતી, કોંગ્રેસનું કામ લોકોને ભરમાવવાનુંઃ જીતુ વાઘાણી

પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડા મામલે જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. મહત્વનું છે કે શહેરમાં ભાજપની લોકસભા સમીક્ષા બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારનાં નિર્ણયને આવકાર્યો છે. તેમણે આ મામલે જણાવ્યું હતું કે સરકાર પેટ્રોલ-ડીઝલ મામલે ખૂબ ચિંતિત હતી. આ ભાવ ઘટતા સામાન્ય પ્રજાને ફાયદો થયો છે.
જો કે જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ભાદરવા મહિનામાં નવરાત્રીમાં સરકારે જે નિર્ણય લીધો છે તે ખૂબ મહત્વનો છે. જો કે કોંગ્રેસનાં લોકોએ લોકોને ભરમાવ્યાં છે. કોંગ્રેસ પોતાનો ભૂતકાળ જરૂરથી જોઇ લે. કોંગ્રેસના બોલવાના અને ચાવવાના દાંત અલગ અલગ છે.
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર ૨.૫૦ રૂપિયા પ્રતિ લિટર કપાત કરવાની જાહેરાત કરી છે. નાણાંમંત્રી અરૂણ જેટલીએ આ વાતની જાહેરાત કરતા કહ્યું કે, આ કપાત એક્સાઇઝ ડ્યૂટીમાં કરવામાં આવી છે. જેમાં ૧.૫૦ રૂપિયા કેન્દ્ર સરકાર અને ૧ રૂપિયો તેલ માર્કેટિંગ કંપનીઓ કપાત કરશે.
રાજ્યોમાં પણ વેટમાં ઘટાડો કરવાની સાથે કિંમતોમાં ઘટાડો કરવાની પણ વાત કરી છે. જેને ધ્યાને રાખી ૧૧ બીજેપી શાસિત રાજ્યોએ સ્વીકાર કરતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરી દીધો છે. આ જ રીતે ૧૧ રાજ્યોમાં તેલની કિંમતોમાં પણ ૫ રૂપિયાનો ઘટાડો થશે.નાણાંમંત્રીની જાહેરાતનાં તુરંત બાદ ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશે ૨.૫૦ રૂપિયાનો વેટ ઘટાડવાની જાહેરાત કરી દીધી છે. હવે આ રાજ્યોમાં લોકોને પાંચ રૂપિયા પ્રતિ લિટર સસ્તું પેટ્રોલ-ડીઝલ મળશે. આ બંને રાજ્યો બાજ હવે અન્ય ભાજપા શાસિત રાજ્યો એ પણ કેન્દ્ર સરકારની જાહેરાતને સાદ આપતા લોકોને રાહત આપી.

Related posts

રવિવારે ગાંધીનગરમાં સમસ્ત રાજપૂત સમાજ પદ્માવતી સામે એકત્ર થશે

aapnugujarat

મેયર અસ્મિતાબેન શિરોયાના અધ્યક્ષસ્થાને સુરત શહેરી વિસ્તારનો ગરીબ કલ્યાણ મેળા યોજાયો

aapnugujarat

दौरी से पशु-पक्षी को बचाने के लिए करूणा अभियान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1