Aapnu Gujarat
ગુજરાત

રાજપીપળા પાલિકાના રોજિંદા સફાઈ કામદારોની હડતાળ જારી

રાજપીપળા નગરપાલિકાના રોજિંદા દર તરીકે સેવા બજાવતા સફાઈ કર્મીઓ પગાર અને પોતાની પડતર માંગણીઓ સંદર્ભે ૨૩ /૧૨ /૨૦૧૯ના રોજથી સફાઈ બંધ કરી છેલ્લા ત્રણ દિવસથી હડતાળ ઉપર ઉતરી ગયા છે અને પાલિકાની બહાર ધરણા કરી રહ્યા છે ત્યારે રાજપીપળા શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
હડતાળ ઉપર ઉતરેલા રોજમદાર સફાઈ કર્મીઓની ઘણી માંગણીઓ લાંબા સમયથી સ્વીકારવામાં આવતી નથી તેમજ નિયમિત પગાર પણ થતો નથી, સત્તાધીશો અને નેતાઓ દ્વારા વારંવાર લોલીપોપ આપી હડતાળ સમેટાઈ લેવાઈ છે પરંતુ આ વખતે સફાઈ કર્મીઓ પોતાની માંગો ન સ્વીકારાય તો આંદોલન ઉગ્ર બનાવવા માટે મક્કમ બન્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ થયાં છતાં કોઈ અધિકારી કે પાલિકાના સત્તાધીશો કર્મચારીઓની કોઈ ખબર કાઢી નથી. અગાઉ માંગણીઓ સંદર્ભે હડતાળ પાડી ધરણા કર્યા હતા ત્યારે સાંસદ મનસુખભાઇ વસાવાએ માંગણીઓ અંગે નિરાકરણ લાવવા માટેની બાંહેધરી આપીને પારણાં કરાવ્યા હતા પણ હજુ સુધી અમારી કોઈ જ માંગણીઓ સંતોષાઈ નથી.
(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)

Related posts

સુરતથી ઘોઘા-પીપાવાવ સુધીની રોરો ફેરી શરૂ થશે

aapnugujarat

ગુજરાતના ખેડૂતો સામે દાવો માંડનારી પેપ્સીકો સામે રોષ

aapnugujarat

કડી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય

editor

Leave a Comment

UA-96247877-1