Aapnu Gujarat
ગુજરાત

ધોળકામાં મેડિકલ કેમ્પ યોજાયો

ભારત રત્ન સ્વ.અટલબિહારી વાજબયીજીના જન્મ દિવસ નિમિત્તે અમદાવાદ જીલ્લાના ધોળકા ખાતે કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરણાથી આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર, ધોળકા નગર પાલિકા તથા અટલ ઉત્સવ સમિતિ દ્વારા પાંચમા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહેમાનોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરીને મેડિકલ કેમ્પ ખુલ્લો મૂક્યો હતો. મેડિકલ કેમ્પમાં ૧૩૦૦૦થી વધુ દર્દીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જે પૈકી ૭૯૮૧ દર્દીઓની તપાસ કરીને જરૂરી સારવાર આપવામાં આવી હતી. ૧૯૭૦ તરૂણીઓ તથા મહિલાઓની હિમોગ્લોબીન, બ્લડ ગ્રુપની તપાસ કરી નિઃશુલ્ક લેમીનેટેડ બ્લડગૃપ કાર્ડ અપાયા હતા. ૨૪૨ દર્દીઓની સોનોગ્રાફી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત મેડિકલ કેમ્પ દરમ્યાન હૃદય રોગના એક દર્દીનો શોધીને તાત્કાલિક યુ.એન.મહેતા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે એમ્બ્યુલન્સમાં રીફર કરવામાં આવેલ અને કેન્સરના ત્રણ તથા કિડનીના ૧૧ નવા દર્દીઓ શોધીને વધુ સારવાર માટે સિવીલ હોસ્પિટલ, અમદાવાદમાં રીફર કરવામાં આવ્યાં હતાં. મેગા મેડિકલ કેમ્પમાં કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભીખુભાઇ દલસાણીયા, ગુજરાત સરકારના મંત્રી ઇશ્વરભાઇ પરમાર, સાંસદ દેવુસિંહ ચૌહાણ, સાંસદ ડો.મહેન્દ્ર મુંજપુરા, શંભુપ્રસાદ ટુંડીયા. જીતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના પદાધિકારીઓ, કલેક્ટર કે.કે.નીરાલા, જિલ્લા વિકાસ અધિકારી સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ગૌતમ નાયક, સિવિલ સર્જન ડો. જી.એચ.રાઠોડ, ઇ.એમ.ઓ. ડો.ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.મુનીરાબેન વોરા સહિતના જીલ્લા, તાલુકા કક્ષાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોળકા ખાતે આયોજીત મેગા મેડિકલ કેમ્પમાં વિવિધ તજજ્ઞ તબીબો દ્વારા હાડકા, ચામડી, કિડની, સ્ત્રી રોગ, કેન્સર, ટીબી, ફેફસા, નાક કાન ગળા, આંખ, દાંત, બાળ રોગ સહિતના રોગોની તપાસ કરીને જરૂરી સલાહ સારવાર આપવામાં આવી હતી. સંજીવની રથમાં મહિલાઓની મેમોગ્રાફી તપાસ કરવામાં આવી હતી. દર્દીઓની જરૂરી લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

જેતપુર જિલ્લા-તાલુકા અને નગરપાલિકા કેસરિયા રંગે રંગાયું

editor

તા.૧ લી જૂને રાજપીપલા ખાતે ઇન્ટરલીકીંગ “મેગા રોજગાર ભરતી મેળો” યોજાશે

aapnugujarat

सरकार की और महत्वाकांक्षी व्हाली दीकरी योजना लागू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1