Aapnu Gujarat
ગુજરાત

જેતપુર જિલ્લા-તાલુકા અને નગરપાલિકા કેસરિયા રંગે રંગાયું

જેતપુરથી અમારા સંવાદદાતા જયેશ સરવૈયા જણાવે છે કે ,મતદાન બાદ ભાજપે મહાનગર પાલિકા જેવા અને કોંગ્રેસે ગત ચૂંટણી જેવા પરિણામ આવવાની આશાવાદ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે મહાનગરપાલિકા જીતના પરચમ લહેરાવ્યાં બાદ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ આવી રીતના જ પરિણામો મળવાના આશાવાદ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિક સ્વરાજયની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે મતગણતરીનું કાર્ય હાથ ધરાયું છે. જે અન્વયે નગરપાલિકાની પેટાચૂંટણી નું પરીણામ બોસમિયા કૉલેજમાં સવારે મતગણતરી શરૂ થતાની સાથે જ પ્રારંભિક તબક્કાથી જ ભાજપના ઉમેદવાર આગેકૂચ કરી રહ્યા હતા.વોર્ડ ૧૧ ની પેટા ચૂંટણી માં ભાજપ ના ઉમેદવાર કિરીટભાઈ માવાણી ૨૪૬૨ મત થી વિજેતા થયા..

જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ નવાગઢ સેન્ટ્રફ્રાન્સિસ સ્કૂલ ખાતે જિલ્લા પંચાયતની 4 બેઠક અને તાલુકા પંચાયતની 20 બેઠકો માટેની મતગણતરીનો સબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો હતો.

આજે સવારે ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ પરિણામ મથકો પર ઉમેદવારો અને કાર્યકર્તાઓનો મેળાવડો જામ્યો હતો. જાહેર થયેલા પરિણામોમાં જેતપુર તાલુકાની જીલ્લા પંચાયતની 4 ભાજપના ઉમેદવારો વિજયી થયા અને જેતપુર તાલુકા પંચાયત ની 20 બેઠક માથી 16 બેઠક પર ભાજપ ફાળે ગઈ હતી અને બે અન્યને ગઈ હતી

Related posts

ઝેરોક્ષ મશીનથી નકલી નોટો છાપતા ત્રણ ઝડપાયા

aapnugujarat

ગુજરાતમાં અંતે વિકાસનો વિજય થશે : અમિત શાહ

editor

ગુજરાત કોંગ્રેસના ૧૫થી વધુ ધારાસભ્યો પાર્ટી છોડવા તૈયારઃ અલ્પેશ ઠાકોરનો દાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1