Aapnu Gujarat
ગુજરાત

ઝેરોક્ષ મશીનથી નકલી નોટો છાપતા ત્રણ ઝડપાયા

કાણોદર ગામેથી પકડાયું છે નકલી નોટો બનાવવાનું કૌભાંડ કાણોદર ગામમાં ઝેરોક્ષ મશીનની મદદથી જ ગામનો જ એક ઈસમ ૨૦૦૦ રૂપિયાની નકલી નોટો બનાવતો હતો. જ્યારે તેને બજારમાં ફરતી કરતાં હતાં. પાલનપુર તાલુકા પોલીસે ત્રણ જેટલા આરોપીઓને રૂ. ૨૨૦૦૦ની નકલી નોટો સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
એક વર્ષ અગાઉ સરકારે કાળું નાણું અને નકલી નોટો ભારતીય ચલણમાંથી દૂર થાય તે માટે નોટબંધી કરી હતી. પરંતુ નોટબંધી બાદ નવું ચલણ અમલમાં આવ્યા બાદ હવે તેની નકલી નોટો બનાવવામાં આવી રહી છે. નકલી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. પાલનપુરના કાણોદર ગામેથી. જ્યાં એક ઝેરોક્ષ દુકાન ચલાવતા ઈસમે ઝેરોક્ષ મશીનની મદદથી ૨૦૦૦ના દરની નકલી નોટો બનાવી છે. પાલનપુર પોલીસે બાતમીના આધારે ૨૦૦૦ના દરની ૧૧ નકલી નોટો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જ્યારે આ નકલી નોટ કૌભાંડમાં ત્રણ આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે.
નકલી નોટોનું આ સમગ્ર કૌભાંડ કાણોદર ગામમાં ચાલતું હતું. ગામમાં ઝેરોક્ષની દુકાન ચલાવતો સુલતાનઅલી કુગશિયા આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ હતો. અત્યાર સુધી પોલીસને જણાવ્યા મુજબ તે પોતાના કલર ઝેરોક્ષ મશીન દ્વારા આ નકલી નોટ બનાવતો હતો. જ્યારે આ ચલણી નોટોને બજારમાં ફરતી કરવાનું કામ પકડાયેલા અન્ય આરોપી કરતા હતા. આરોપી સુલતાનઅલી નકલી નોટ બનાવી સેધાભાઈ અને ગલબાભાઈને આપતો હતો. જે આરોપીઓ નોટોને બજારમાં ફરતી કરતા હતા.
પોલીસે અત્યારે તો આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝેરોક્ષ મશીન અને ૧૧ નકલી નોટ પણ કબ્જે કરી છે. પરંતુ ગુનાની ગંભીરતા જોતા આ સમગ્ર કેસ વધુ તપાસ માટે એસઓજીને આપવામાં આવ્યો છે. અને તપાસ શરૂ કરી છે, કે આ આરોપીઓ દ્વારા બજારમાં કઇ જગ્યાએ નોટો વટાવામાં આવી હતી. અને અત્યાર સુધીમા્‌ કેટલી નોટો બનાવીને બજારમાં ફરતી કરવામાં આવી છે.

Related posts

કાંકરેજ તાલુકામાં ગરીબ પરિવારને થરા જલારામ મંદીર સેવા ટ્રસ્ટ દ્રારા ટિફિન પહોંચાઙવામા આવી

aapnugujarat

બોડેલીમાં જુલુસ સે ગોશે આજમનું આયોજન કરાયું

aapnugujarat

‘તેજસ’ પછી હવે આવી રહી છે અત્યાધુનિક સુવિધા સંપન્ન ડબલ ડેકર એસી ટ્રેન ઉદય એક્સપ્રેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1