Aapnu Gujarat
ગુજરાત

મહેસાણા જિલ્લામાં લહેરાયો ભગવો

મહેસાણાથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે, મહેસાણામાં આજે ચૂંટણી ના પરિણામો જાહેર હતાં. જેમાં ખાસ કરી જિલ્લામાં મોટેભાગે ભાજપના ઉમેદવારો મેદાન મારી ગયા છે, જ્યારે કૉંગ્રેસે પીછેહઠ કરી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થાય છે.  સમગ્ર જિલ્લામાં જોઈએ તો વડનગર અને વિસનગરની તાલુકા પંચાયતમાં એક એક સીટ મેળવી આમ આદમી પાર્ટી એ જિલ્લામાં જીતના મંડાણ કર્યા છે.

મહેસાણા જિલ્લા પંચાયત માં 41 માંથી 29 બેઠક નું પરિણામ જાહેર થયું છે ,જેમાં 26 ભાજપ ,જ્યારે 3 બેઠક કોંગ્રેસ ને ફાળે ગઈ હતી.આજે સવારથી જ વિસનગર ખાતે નગરપાલિકા માટે જી.ડી. હાઈસ્કૂલ તથા જીલ્લા-તાલુકાની બેઠકો માટે નૂતન હાઈસ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ઉમેદવારો તથા તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમ જેમ પરીણામ જાહેર થતાં ભાજપ તરફી આવતાં સમગ્ર વાતાવરણ ભાજપમય બની જવા પામ્યું હતું. વિસનગર નગરપાલિકાના તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના બહુમતીથી જીતતા સમગ્ર વાતાવરણમાં કેસરીયો લહેરાયો હતો.  સમગ્ર મતગણતરી પ્રક્રિયા શાન્તિપૂણૅ માહોલમાં સંપન્ન થઈ હતી જે માટે વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસને ભારે જહેમત ઉઠાવી હતી…..

Related posts

“UNLOCK” Day 1 in Gujarat

editor

બજેટ સત્ર સપ્તાહ માટે મળે તેવા સંકેત

aapnugujarat

વિશ્વનાથસિંહ વાઘેલા અને વિનયસિંહ તોમર ભાજપમાં જોડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1