Aapnu Gujarat
બ્લોગ

Maturity અને વધું પડતી સભ્યતા

Maturity અને સભ્ય બનવું એ ખૂબ સારી વસ્તુ છે પણ વધું પડતી Maturity અને ખુબજ વધું પડતાં સભ્ય દેખાવા નો ડોળ કરશો તો એ તમને જીવન ની સાચી મજા નહીં આપે, જેમકે કોઈ પ્રસંગ માં અમુક રીતેજ વર્તવું ઘરમાં મહેમાન સામે આ રીતે જ વર્તવું, હોટેલ માં જમવા જઇએ તો આ જ ઓર્ડર આપવો અને આ રીતેજ જમવું, બધું વાહિયાત છે, આંધણું અનુકરણ કરી ને જીવવું આપણ ને નહીં ફાવે , બાબા સાહેબે કહ્યું હતું કે હૂં કોઈ પણ સમાજ નો વિકાસ એ પર થી નક્કી કરું છે કે એ સમાજ ની સ્ત્રીઓ એ કેટલી પ્રગતિ કરી છે અને અહીં હજું આપણે ખોળા નાંખવા અને અન્ય ઘણી કુરિવાજો માં માનીએ છીએ.

બાળકો ને સારાં સંસ્કાર જરૂર થી આપો અને એ આપણી જ જવાબદારી છે પણ બાળકો ને ફક્ત પોપટ જેવાં ન બનાવો કે બહુ મીઠું મીઠું બોલ્યા કરે એમને જાતે પણ થોડું ઉડવા દો એમને શુ ગમે છે એ કરવા દો, જો તમે દેખાદેખી મા એને હરીફાઈ માં ઉતારી દેશો તો
એમનો વિકાસ અટકી જશે.

મોટા મકાનો ની હાય માં સાથે રહેવું ભૂલી જઇએ છીએ,બધાં માટે અલગ રૂમ હોય છે પણ સૌ સાથે ભેગાં બેસી ને વાતો કરે એવી ઓસરીઓ હવે કયાંય દેખાતી નથી.

ઉદાહરણ તરીકે લાડું ખાવાની મજા હાથ થી આવે એવી ચમચી થી ખાવા મા નથી આવતી પણ આપણે લોકો ની દેખાદેખી માં અને ખૂબ સભ્ય દેખાવા ની ગેલછા માં અસલ મજા ગુમાવીએ છીએ, પિત્ઝા, બર્ગર અને ચીઝ ખાવાની ફેશન માં બાજરી નાં રોટલા, ઘી અને ગોળ ની અસલ મજા ગુમાવીએ છીએ.

ખોટું કાંઇ નાં કરો પણ ગમતું હોય એ બધું કરો ઉમર અને સમાજ નો કોઈ બાધ નહીં આવે છાતી ઠોકી ને કહું છું…

વિજય ગોહેલ “સાહીલ”

Related posts

સોમનાથ તીર્થનાં દર્શને આવ્યાં સવા ફુટના બાપુ

aapnugujarat

ગુજરાતમાં ૨૪ ટકા પુરુષોનાં મોત હૃદય સંબંધિત બિમારીથી : સર્વે

aapnugujarat

યુવા મતદારો પાસે ના તો મોદી પહોંચ્યાં છે ના તો રાહુલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1