Aapnu Gujarat
ગુજરાત

રાહુલ ગાંધીને પાર્ટી પ્રેસીડન્ટ બનાવવાની ભલામણ ગુજરાત કોંગ્રેસ કરી,મીટીંગમાં થયો અગત્યનો ઠરાવ

કોંગ્રેસે તેમના વાઇસ પ્રેસીડન્ટ રાહુલ ગાંધીને પક્ષની કમાન સોંપવાની તૈયારી કરવાની શરૂ કરી છે.અગાઉ પક્ષના પ્રેસીડન્ટ સોનિયા ગાંધીએ સંકેત આપ્યા પછી હવે રાજ્યોએ પણ રાહુલ ગાંધીને પાર્ટીના પ્રમુખ બનાવવા માટે સહમતિ આપવાની શરૂ કરી છે.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશે એક ઠરાવ પસાર કરીને રાહુલ ગાંધીને પાર્ટીના પ્રેસીડન્ટ બનાવવવાની ભલામણ કરી છે.ગુજરાત કોંગ્રેસની એક અગત્યની મીટીંગ મળી હતી જેમાં રાહુલ ગાંધીને પ્રેસીડન્ટ બનાવવાની ભલામણ કરવામાં આવી છે.સોમવારે ૧૬ ઓક્ટોબરે પ્રદેશ કોંગ્રેસની મળેલી મીટીંગમાં રાહુલ ગાંધીને પાર્ટીના પ્રમુખ બનાવવા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.પક્ષના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આ પ્રસ્તાવની ભલામણ કરી હતી જેને સીએલપી નેતા મોહનસિંહ રાઠવાએ ટેકો આપ્યો હતો.આ ઠરાવમાં જણાવવામાં આવ્યું હતું કે નેશનલ પ્રેસીડન્ટની જવાબદારી સાથે રાહુલ ગાંધી,સરદાર-નહેરૂ અને ગાંધીજીના માર્ગ પર દેશને દોરીને લઇ જશે.ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીને પાર્ટી પ્રેસીડન્ટ બનાવવા અંગે કરેલો ઠરાવ દિલ્હી મોકલી આપ્યો હતો. આ અગાઉ મહારાષ્ટ્ર કોંગ્રેસે પણ રાહુલ ગાંધીને પાર્ટીના પ્રેસીડન્ટ બનાવવા અંગેનો ઠરાવ પસાર કર્યો હતો. તાજેતરમાં રાહુલ ગાંધીને પક્ષની કમાન સોંપવા અંગે પ્રેસીડન્ટ સોનિયા ગાંધીએ પણ સંકેતો આપ્યા હતા.પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ઓટોબાયોગ્રાફીના વિમોચન પ્રસંગે સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે ઘણાં સમયથી તમારા મનમાં જે સવાલો ઉભા થઇ રહ્યાં છે નજીકના ભવિષ્યમાં રાહુલ પાર્ટી પ્રેસીડન્ટ બની જશે.રાહુલ ગાંધી પક્ષ પ્રમુખ બને તે અંગે કોંગ્રેસના ઘણાં સીનીયર નેતાઓએ પણ જાહેરમાં ભલામણો કરી હતી.

Related posts

अहमदाबाद के टूटे रास्तों पर अंतरिम विजिलन्स रिपोर्ट सप्ताह बाद पेश होगा

aapnugujarat

રિવરફ્રન્ટ પર બ્રીજ બનાવવાનું મેટ્રો ટ્રેનનું કાર્ય શરૂ

aapnugujarat

બોટાદ ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1