Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં અત્યા૨ સુધી ૨ લાખથી વધુ લોકોના કોવિડ ટેસ્ટ કરાયા

વૈશ્વિક કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં અત્યા૨ સુધીમાં ૨ લાખથી વધુ લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત કુલ ૨૭ ધનવંતરી રથ દ્વારા ૫ લાખથી વધુ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. ધનવંતરી રથ ૨૭, તાલુકા ૯, સાઈટ કવર કરી ૪૧૯૭, લાભર્થીઓની આરોગ્ય તપાસ ૫૦૧૪૬૩, એસ.પી.ઓ.ટુ થી તપાસ ૩૬૧૭૯૬, ઉકાળા અને મેડિસિન આપેલ ૨૫૧૧૨૪, હોમિયોપેથીક દવા ૨૪૧૩૧૬ વ્યક્તિઓને આપવામાં આવેલ છે. કોવિડ ટેસ્ટ ગ્રામ્ય લેવલે ૨૦૧૪૦૮, દર ૮ વ્યક્તિએ એક જણનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં સત્વરે પોઝિટિવ કેસ શોધીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી અને કોવિડનો પ્રસાર થતો અટકાવવામાં આવ્યો છે.
ચાલો આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઇએ કે કોરોના વાયરસથી બચવા માટે છીંક કે ઉઘરસ વખતે નાક મોં રૂમાલથી ઢાંકીશુ તથા માસ્કનો ઉપયોગ કરીશુ, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોઇશુ, હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરીશુ, વ્યક્તિઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખીશું. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે. તેમ આરોગ્ય શાખા, અમદાવાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

હિંમતનગરના નવાનગર ખાતે નાયબ મુખ્યમંત્રીના હસ્તે સિંચાઇ કાર્યોનું લોકાર્પણ

aapnugujarat

दीनू बोघा सहित सात आरोपियों को आजीवन कारावास की सजा

aapnugujarat

बीटयुमीन इस्तेमाल पर निश्चित मेन्युअल को लागू नहीं किया गया : रोड घोटाले में चौंकानेवाली कबूलात

aapnugujarat

Leave a Comment

UA-96247877-1