Aapnu Gujarat
ગુજરાત

વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે ભોજવા ખાતે આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ

ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે ભોજવા ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે મા કાર્ડ / આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહેમાનોના વરદ હસ્તે લાભાર્થીઓને મા કાર્ડ / આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને યોજના અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડો.કિરણ પંચાલ, ગુજરાત રાજ્ય યુવક બોર્ડના નિલેશ રાણા, જગદીશ રાવળ, કિરણ સોલંકી, રસિક કો.પટેલ અને આ ઉપરાંત ભાજપના નરેશ શાહ, મહેશ પરમાર, હિતેશ મુનસરા, રવિરાજસિંહ ઝાલા, નાનુભાઇ ઠાકોર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્ય યુવક બોર્ડના નિલેશ રાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવક બોર્ડના ઝોન સંયોજક હરીશ મચ્છરના માર્ગદર્શન મુજબ ભોજવા ખાતે મા કાર્ડ / આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત અમદાવાદ જીલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.


(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી

aapnugujarat

વસાઇ ગામ પાસે ઇકો કારની ટક્કરથી બે મહિલાનાં મોત

editor

उपरवास में भारी बारिश से नर्मदा बांध के ८ दरवाजे खुले

aapnugujarat

Leave a Comment

UA-96247877-1