Aapnu Gujarat
ગુજરાત

તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી

ઇસ્કોન અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે કેન્સરના ઇલાજ માટે મુંબઈ જવાનું થતું હોવાથી જામીન અરજી કરી હતી. ત્યારે આજે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે જામીન અરજી ફગાવી નાંખી છે. આ ઉપરાંત જેલ વિભાગને ગુજરાતના કેન્સર વિભાગમાં સારવાર કરાવવા માટે આદેશ આપ્યો છે. આ મામલે ૧૦ દિવસમાં રિપોર્ટ પણ રજૂ કરવા જણાવ્યું છે.
ઇસ્કોન બ્રિજ પર મધરાતે થયેલા અકસ્માતમાં તથ્ય પટેલને જેલભેગો કર્યો છે. ત્યારે તેના પિતાએ ત્યાં હાજર લોકોને ધમકાવ્યા હતા. જેને લઈને ગુનો નોંધી કાયદાદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
તથ્ય પટેલે ૧૯મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં ૯ લોકોને જીવતા કચડી નાખ્યા હતા. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાંખ્યું હતું. મોડી રાત્રે બનેલી એક અકસ્તમાની ઘટનામાં લોકો ટોળો વળ્યા હતા અને પોલીસ તપાસ કરી રહી હતી, ત્યારે ૧૪૦ કરતા વધુ ઝડપે જેગુઆર ચલાવી લોકોના ટોળાને કચડી નાંખ્યું હતું. જો કે, આ ઘટના બાદ તથ્યની અમુક જ કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. તથ્ય પટેલે આચરેલા કૃત્ય સામે ૧૭૦૦ પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં તેનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
FSLન્ની તપાસમાં તથ્ય પટેલ અકસ્માત કેસ મામલે મોટો ખુલાસો થયો હતો. જેમાં જાણવા મળ્યુ હતું કે, તથ્યની ગાડી ૧૬૦ કિમી પ્રતિ કલાકની પૂરપાટ ઝડપે દોડી રહી હતી. ત્યારે પોલીસે પણ તથ્ય પટેલની કસ્ટડી મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

Related posts

Extreme heat conditions in Gujarat’s Kutch, 14 Turtles died

aapnugujarat

સરકારનો વિકાસ ગાંડો થયો : દસ્તાન બ્રિજનું કામ પૂર્ણ ન થતા જગ્યા જંગલમાં ફેરવાઈ : હવે આંદોલનની ચીમકી ઉગામાઈ

aapnugujarat

નોટબંધીનો શિકાર સીનીયર સીટીઝનનો કિસ્સો હાઇકોર્ટમાં

aapnugujarat
UA-96247877-1