Aapnu Gujarat
ગુજરાત

સરકારનો વિકાસ ગાંડો થયો : દસ્તાન બ્રિજનું કામ પૂર્ણ ન થતા જગ્યા જંગલમાં ફેરવાઈ : હવે આંદોલનની ચીમકી ઉગામાઈ

સુરત જીલ્લાના કડોદરા બારડોલી માર્ગ પર આવતી દસ્તાન ફાટક પર 2016 માં રેલવે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરાઇ હતી, અને કામ 2018 માં પૂર્ણ કરવાનું હતું. પરંતુ આજે આ બ્રિજની કામગીરી 2022માં પણ પૂર્ણ નહિ થતા ભારતીય હિત રક્ષક પાર્ટીએ ફરી બાયો ચઢાવી છે. અને ફરી એકવાર બ્રિજના મુદ્દે આંદોલની ચીમકી આપી છે. સરકાર પર તીખા પ્રહાર કરતા ભારતીય હિતરક્ષક પાર્ટીના અધ્યક્ષે આક્ષેપ કર્યા હતા, કે આ વિકાસને શરમ નથી આવતી એટલે અમારી પાર્ટીએ બ્રિજ પર ઊગી નીકળેલા ઝાડી-ઝાંખડાની સાફ સફાઈ અભિયાન ચલાવવાની જરૂર પડી છે. આવા શાસનથી તો ભગવાન બચાવે 2016 માં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ બ્રિજનું ઉદ્ઘાટન કરી 2018 માં બ્રિજ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ અફસોસ 80 કરોડના ખર્ચે જે બ્રિજની કામગીરી 2016 માં શરૂ કરાઇ હતી એની સમય મર્યાદા પૂર્ણ થયાને ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો છે.છતાં કામગીરી પૂર્ણ થઈ નથી જેના કારણે વાહન ચાલકો ટ્રાફિક નો ભોગ બની રહ્યા છે.જ્યારે જ્યારે ભારતીય હિત રક્ષક પાર્ટીના અધ્યક્ષ સુનિલ સોનવણે ના આગેવાનીમાં આંદોલન થયા છે ત્યારે તેમની અને કાર્યકરોની પોલીસે અટક કરી છે.પરંતુ ફરી એકવાર ભારતીય હીત રક્ષક પાર્ટી અધ્યક્ષ એ 16 એપ્રિલથી દસ્તાન ખાતે આંદોલનની ચીમકી આપી છે.અને હાલમાં બ્રિજ પર ઊગી નીકળેલા ઝાડી ઝાંખડાની સફાઈ અભિયાન કરી સરકારને મેસેજ આપ્યો હતો કે જવાબદારી તમારી છે પણ ભારતના નાગરિક તરીકે સાફ સફાઈ અમે કરી રહ્યા છે.

Related posts

કેનેડાના વડાપ્રધાન ગુજરાતમાં પહોંચ્યા બાદ શાનદાર સ્વાગત : ગાંધી આશ્રમ અને અક્ષરધામ મંદિરમાં પહોંચ્યા

aapnugujarat

રાફેલ ડિલ સંદર્ભે ચુકાદાથી મોદીની બેદાગ છાપ ઉજાગર : વિજય રૂપાણી

aapnugujarat

ગેંગસ્ટર બસ્તીખાન પઠાણની ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

editor

Leave a Comment

UA-96247877-1