Aapnu Gujarat
ગુજરાત

લોક રક્ષક દળ ની પરીક્ષા માટે તમામ ઉમેદવારો માટે એસટી બસો માં ફ્રી મુસાફરી તથા એક્સ્ટ્રા બસો ફાળવવા ઉના કોળી સમાજના પ્રમુખ રસિક ચાવડા ની માંગ

લોક રક્ષક દળ ની પરીક્ષા માટે તમામ ઉમેદવારો માટે એસટી બસો માં ફ્રી મુસાફરી તથા એક્સ્ટ્રા બસો ફાળવવા માંગ કરતા કોળી સમાજના પ્રમુખ રસિકભાઈ ચાવડા

યુવા કોળી સમાજ નાં પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા અને પ્રદેશ મહામંત્રી અજય શિયાળ દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત

આગામી ૧૦ એપ્રિલ નાં રોજ લોક રક્ષક દળ ની લેખિત પરિક્ષા યોજાઇ રહી છે ત્યારે ઉમેદવારો ને દૂરના પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે કોઈ મુશ્કેલી ના પડે તે માટે યુવા કોળી સમાજ નાં પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા અને પ્રદેશ મહામંત્રી અજય શિયાળ દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી ને રજૂઆત કરી હતી કે તા. ૧૦/૦૪/૨૦૨૨ નાં રોજ લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય માં લોક રક્ષક દળ ની લેખિત પરીક્ષા લેવામાં આવશે. જેમાં એસટી વિભાગ દ્વારા એસ.સી અને એસ.ટી સમાજના ઉમેદવારો માટે એસટી બસમાં ફ્રી મુસાફરી ની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સરકાર શ્રી દ્વારા લોક રક્ષક દળ નાં તમામ ઉમેદવારો ને એસટી બસમાં ફ્રી મુસાફરી નો લાભ આપવામાં આવે તથા તાલુકા કક્ષાએ ઉમેદવારો ની સંખ્યા મુજબ એક્સ્ટ્રા બસો ફાળવવા આવે અને તાલુકા કક્ષાએ જ બુકિંગ માટે અલગથી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે જેથી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ના તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા આવે અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તા. ૦૯/૦૪/૨૦૨૨ અને તા. ૧૦/૦૪/૨૦૨૨ નાં રોજ પરીક્ષાર્થીઓને આવવા-જવા માટે એસટી બસોમાં ફ્રી મુસાફરી નો લાભ આપવામાં આવે તથા ઉમેદવારોની સંખ્યા મુજબ એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવે અને તાલુકા કક્ષાએ બુકિંગ માટે અલગથી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે તેવી અમારી પરીક્ષાર્થીઓના હિતમાં માંગ કરી હતી.

Related posts

અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લઈ નીકળેલું વિમાન જામનગર પહોંચ્યું

editor

ट्राफिक नियमों का पालन करने के लिए पश्चिम क्षेत्र में फिर ड्राइव

aapnugujarat

GST‌ મુદ્દે કોંગ્રેસના નેતાઓ બેબુનીયાદ નિવેદનો દ્વારા પ્રજાને ઉશ્કેરવાનો નિરર્થક પ્રયાસ બંધ કરે : ભરતભાઈ પંડ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1