Aapnu Gujarat
ગુજરાત

સરકાર અને તબીબોની લડાઈમાં પીસાઈ રહ્યા છે પેશન્ટ્સ

રાજ્યના તબીબોની પડતર માંગણીઓ ના સંતોષાતા તેઓ ગઈ કાલથી હડતાલ પર ઉતરી ગયા છે. અમદાવાદમાં સિવિલ સહીતની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની હાલાકી વધી ગઈ છે. ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ પર અસર જોવા મળી રહી છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો ગઈકાલથી જ આ તબીબો હડતાલ પર ઉતર્યા છે.
સરકાર અને તબીબોની લડાઈમાં દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને સિવિલ હોસ્પિટલના તમામ ડિપાર્ટમેન્ટમાં લોકોની લાઈનો જેવા મળી રહી છે.

મોટી સંખ્યામાં પેશન્ટ ફસાયા છે. સરકાર સમજતી નથી નિવેડો લાવવો જોઈએ તેવું ત્યાં આવી રહેલા લોકો કહી રહ્યા છે. તેમની પાસે એક યુનિયન છે તેના કારણે રજૂઆતો સિધી કરવા જઈ શકે પરંતુ આ દર્દીઓને ના છૂટકે હવે પ્રાઈવેટ હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે. તેવું તેઓ અહીં આવ્યા બાદ કહી રહ્યા છે. હોસ્ટિપલ ક્ષેત્ર એવું છે કે, ત્યાં ઈમરજન્સી ગમે ત્યારે આવી શકે છે ત્યારે હડતાલ પર ઉતરવું એ વ્યાજબી નથી. તે પ્રકારની રજૂઆતો અહીં લાઈનમાં ઉભા રહેલા પેશન્ટસનું કહેવું છે.
સરકારી હોસ્પિટલના 10 હજાર તબીબો આજથી તેમની માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. ગુજરાત સરકારમાં જેટલા પણ ફરજ બજાવે છે એ તમામ ડૉક્ટરો ઉપરાંત 6 મેડિકલ કોલેજો, 8 જીએમઈઆરએસ, ક્લાસ 1 અને ક્લાસ ટુ કેટેગરીના ડૉક્ટરો, પીએચસી સેન્ટર સાથે જોડાયલા તબીબો હડતાલ પર ઉતર્યા હોવાથી આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. જેના કારણે દર્દીઓના સગાઓ ડૉક્ટરોને હડતાલ સમેટવા અને સરકારને તેમની માંગણીઓ સંતોષવા માટે કહી રહ્યા છે.

Related posts

નાના-મધ્યમ ઊદ્યોગો મુદ્દે કોંગ્રેસના આરોપો સામે ઉકળી ઉઠ્યાં નીતિન પટેલ

aapnugujarat

साबरकांठा, अरवल्ली, पाटण सहित के पंथको में मेघमहेर

aapnugujarat

સાબરકાંઠા ખાણ અને ખનીજ વિભાગના સિક્કા ચોરાયા

editor

Leave a Comment

UA-96247877-1