Aapnu Gujarat
રમતગમત

T20 ઈન્ટરનેશનલ મેચમાં અર્શદીપ સિંહે ૫૦ વિકેટ પૂરી કરી

ટીમ ઈન્ડિયામાં હવે પહેલાં જેવી સ્થિતિ નથી કે બોલરો શોધવા જઈએ તો ફાસ્ટ બોલર મળે નહીં. અને ૧૩૦ કિ.મી.થી વધારે ફાસ્ટ બોલિંગ નાંખવા માટે તમારે ખેલાડીની ખોજ કરવી પડે એવી સ્થિતિ હવે નથી. હવે તો કાશ્મીરથી આવેલો નવો છોકરો પણ ૧૫૦ કિ.મી.ની સ્પીડનો બોલ હસ્તા રમતા નાંખી દે છે. ભારત પાસે હાલ વર્લ્ડ બેસ્ટ કહી શકાય એવા જસપ્રીત બુમરાહ અને મહોમ્મદ શામીની જોડી છે. આ ઉપરાંત યાદવ અને અન્ય ફાસ્ટ બોલર્સ પણ આ કતારમાં સામેલ છે. ત્યારે આ બધાની વચ્ચે સૌથી અસરદાર સાબિત થયો ’સરદાર’.
આયર્લેન્ડ સામેની મેચમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ઈતિહાસ રચી દીધો. એટલું જ નહીં આ સાથે જ ભારત માટે ટી-૨૦માં આવું કરનાર તે અત્યાર સુધીનો પ્રથમ ઝડપી બોલર બન્યો. અર્શદીપ સિંહ કરિયરના આંકડાઓ પર નજર કરીશું તો એ વાતનો પણ ખ્યાલ આવશે કે તેણે બીજા ખેલાડીઓની સરખામણીએ કેટલો ઝડપી ગ્રોથ કર્યો છે. ટીમ ઈન્ડિયા માટે, અર્શદીપ સિંહે ટી-૨૦ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. તેના શાનદાર પ્રદર્શનને કારણે અર્શદીપ સિંહે ૨૦૨૩ એશિયા કપ અને ૨૦૨૩ વર્લ્ડ કપ માટે પણ દાવો કર્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ઈતિહાસ રચી દીધો છે. આયર્લેન્ડ સામે રવિવારે રમાયેલી બીજી ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં અર્શદીપ સિંહે એવો શાનદાર રેકોર્ડ બનાવ્યો છે, જેના માટે દુનિયાભરના બોલરો ઉત્સુક છે. અર્શદીપ સિંહ આવું કરનાર ભારતનો પ્રથમ ઝડપી બોલર બની ગયો છે. રવિવારે આયર્લેન્ડ સામે રમાયેલી બીજી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી અને ૪ ઓવરમાં ૨૯ રન આપીને ૧ વિકેટ લીધી.
અર્શદીપ સિંહે આ સાથે ઈતિહાસ રચી દીધો છે. અર્શદીપ સિંહ હવે ટી-૨૦ ઇન્ટરનેશનલ ફોર્મેટમાં ભારત માટે સૌથી ઝડપી ૫૦ વિકેટ લેનારો બોલર બની ગયો છે. અર્શદીપ સિંહે પોતાની ૩૩મી ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ૫૦ વિકેટ પૂરી કરી લીધી છે. અર્શદીપ સિંહ ભારત માટે ટી-૨૦ઇન્ટરનેશનલ ફોર્મેટમાં સૌથી ઝડપી ૫૦ વિકેટ લેનારો બોલર બની ગયો છે. બીજી તરફ ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો ભારત માટે સૌથી ઝડપી ૫૦ ટી-૨૦ ઈન્ટરનેશનલ વિકેટ લેવાનો રેકોર્ડ ચાઈનામેન બોલર કુલદીપ યાદવના નામે છે. કુલદીપ યાદવે તેની ૩૦મી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ૫૦ વિકેટ પૂરી કરી.
અર્શદીપ સિંહ હાલમાં ૩૩ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ૫૦ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. યુઝવેન્દ્ર ચહલે તેની ૩૪મી ્‌૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ૫૦ વિકેટ પૂરી કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જસપ્રીત બુમરાહે તેની ૪૧મી ટી-૨૦મેચમાં ૫૦ વિકેટ પૂરી કરી હતી. ભારત માટે સૌથી વધુ ટી-૨૦ઈન્ટરનેશનલ વિકેટ લેવાનો રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામે છે. યુઝવેન્દ્ર ચહલે ભારત માટે અત્યાર સુધીમાં સૌથી વધુ ૯૬ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ટી-૨૦ઈન્ટરનેશનલમાં ૯૦ અને જસપ્રિત બુમરાહે ૭૪ વિકેટ ઝડપી છે.

Related posts

आईसीसी टेस्ट रैंकिंग : विराट टॉप पर बरकरार

aapnugujarat

ગોલ્ડન બૉય નીરજ ચોપરાએ શરુ કરી YouTube ચેનલ

aapnugujarat

નેહવાલે ઇન્ડોનેશિયન માસ્ટર તાજ જીત્યો

aapnugujarat
UA-96247877-1