Aapnu Gujarat
ગુજરાત

લાલદરવાજા બસ ટર્મિનસમાં ગંદકી કરનાર પાસેથી AMTS દ્વારા દંડ વસૂલાશે

AMTS ના સત્તાવાળાઓ દ્વારા શહેરના હૃદય સમાન લાલ દરવાજા બસ ટર્મિનસને રૂ. ૮.૮૮ કરોડના ખર્ચે હેરિટેજ લૂક અપાયો છે. પિંક કલરના હેરિટેજ લૂકમાં રંગાયેલું આ બસ ટર્મિનસ શહેરીજનોમાં ભારે પ્રિય બન્યું છે. અગાઉ લાલ દરવાજા બસ ટર્મિનસમાં પ્રવેશ કરતાંની સાથે જ ચારે તરફ ગંદકી નજરે પડતી હતી. તેના ડેપો વિસ્તારને તો અસામાજિક તત્ત્વોએ યુરિનલની જગ્યા બનાવી દીધી હતી. રિક્ષાવાળાઓ છડેચોક પ્લેટફોર્મમાં ઘૂસીને પેસેન્જરને લઈ જતા હતા. હવે નવા ટર્મિનસમાં આ બધાં દૂષણો તો દૂર થયાં છે. તેમજ તંત્રની કડકાઈના કારણે થૂંકવું કે ગંદકી કરવાના મામલે પણ આકરો દંડ ફટકારાઈ રહ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગત તા. ૫ જૂન, ૨૦૨૩એ એએમટીએસના લાલ દરવાજા બસ ટર્મિનસનું લોકાર્પણ કરાયું હતું. ટર્મિનસનું મુખ્ય બિલ્ડિંગ પ્લેટફોર્મ નંબર-૧ પર બંધાયું હોઈ તેમાં રાજસ્થાનના ભરતપુરથી સ્પેશિયલ માર્બલ મંગાવીને બાંધકામમાં તેનો ઉપયોગ કરાયો છે. આ ટર્મિનસમાં પેસેન્જર્સ માટે અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. જેમ કે દરેક પ્લેટફોર્મ પર પેસેન્જર્સ માટે બસના રૂટ અને સમયપત્રક માટેની માહિતી ઉપલબ્ધ કરાવતી પબ્લિક ઇન્ફર્મેશન સિસ્ટમ તેમજ દરેક પ્લેટફોર્મ પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરાઈ છે. છસ્‌જી ની ૧૯૪૭થી ૨૦૨૩ સુધીની હિસ્ટ્રી વોલ પેસેન્જર્સ માટે આકર્ષણનું કેન્દ્ર
અહીં આવનાર તથા ટર્મિનસથી શરૂ થનાર બસની માહિતી એલઈડી સ્ક્રીન પર દર્શાવાઈ રહી છે. મુખ્ય કંટ્રોલરૂમ સાથે નવ કંટ્રોલ કેબિન મુકાઈ છે તેમજ AMTS ની ૧૯૪૭થી ૨૦૨૩ સુધીની હિસ્ટ્રી વોલ પેસેન્જર્સને આકર્ષિત કરી રહી છે. પીવાના પાણીની સગવડ તેમજ પ્લેટફોર્મ પર સુંદર બેઠક વ્યવસ્થા પેસેન્જર્સને આકર્ષિત કરી રહી છે.આની સાથે આ સુંદર ટર્મિનસની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે AMTS ના સત્તાવાળાઓ જાગૃત છે. જૂના ટર્મિનસમાં અમુક પેસેન્જર્સ ગમે ત્યાં થૂંકતા હતા. તેમજ કચરો ફેંકીને ચારે તરફ ગંદકી ફેલાવતા હતા. તંત્રનાં આકરાં પગલાંના કારણે હવે આ પ્રકારની પ્રવૃત્તિ પર મહદ્‌અંશે બ્રેક લાગી છે. કેમ કે પ્લેટફોર્મ પર થૂંકનાર કે કચરો ફેંકી ગંદકી કરનાર પેસેન્જર પાસેથી સત્તાવાળાઓ રૂ. ૫૦૦ સુધીનો દંડ વસૂલી રહ્યા છે.
AMTS ના ચેરમેન વલ્લભ પટેલ કહે છે, મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સહકારથી ટર્મિનસમાં થૂંકવું, કચરો ફેંકવો, ગંદકી કરવી વગેરે બાબતોસર કસૂરવાર પેસેન્જર્સ પાસેથી દંડ વસૂલવામાં આવે છે. જેના કારણે આ ટર્મિનસની સ્વચ્છતા જળવાઈ રહી છે.
આ અંગે વધુ માહિતી આપતાં છસ્‌જી ના ચેરમેને જણાવ્યું હતું કે, તા. ૬ જૂન, ૨૦૨૩થી અમે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સહકારથી ગંદકી સામે ઝુંબેશ આરંભી છે અને તે દિવસથી લઈને તા. ૧૭ ઓગસ્ટ સુધીમાં કુલ ૨૦૦ પેસેન્જર્સને થૂંકવા કે કચરો ફેંકી ગંદકી કરવાના મામલે પકડવામાં આવ્યા છે. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા આ તમામ કસૂરવારો પાસેથી તા. ૬ જૂન, ૨૦૨૩થી તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૩ સુધીના સમયગાળામાં કુલ રૂ. ૨૦,૯૦૦ ની પેનલ્ટી વસૂલાઈ છે.લાલ દરવાજા ટર્મિનસથી રોજના ૩૯ બસ રૂટ ઓપરેટ થાય છે અને કુલ ૧૧૮ બસની અવરજવર થતી હોય છે. ૧૩ રૂટની બસ આ ટર્મિનસમાંથી પસાર થાય છે. જ્યારે રોજના સવા બે લાખ પેસેન્જર્સ લાલ દરવાજા ટર્મિનસથી અવરજવર કરતા રહ્યા છે. AMTS ના તમામ બસ ટર્મિનસ કરતાં પેસેન્જર્સની સંખ્યા અને વકરો એમ બંને બાબતમાં લાલ દરવાજા ટર્મિનસ પ્રથમ નંબરે છે.ગત ૧૩ ઓગસ્ટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ગિરધરનગરના ભાવેશભાઈ પાસેથી થૂંકવાના મામલે રૂ. ૫૦૦ વસૂલાયા હતા. આ ઉપરાંત પોપટભાઈ નામના અન્ય પેસેન્જરને જાહેરમાં થૂંકવા બદલ તંત્રએ ગત ૧૧ જુલાઈએ રંગેહાથ પકડ્યા હતા. સત્તાવાળાઓએ આ પેસેન્જર પાસેથી પણ રૂ. ૫૦૦નો દંડ વસૂલ્યો હતો.

Related posts

ઈડર ગઢ વિસ્તાર પાસેના રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા દોડધામ

aapnugujarat

बुलेट ट्रेन रुट पर महिने १० करोड़ का नुकसान 

aapnugujarat

ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું સરેરાશ 64.22 ટકા પરિણામ જાહેર

aapnugujarat
UA-96247877-1