Aapnu Gujarat
ગુજરાત

ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું સરેરાશ 64.22 ટકા પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB 10th Result) સવારે 8 વાગ્યે જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.orgની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક નંબર મોકલીને પરિણામ મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ધોરણ-10ના વિદ્યાર્થીઓના સન્માન માટેના કાર્યક્રમનો સ્થળ આ વખતે બદલવામાં આવ્યો છે. પાલડી સંસ્કાર કેન્દ્રના બદલે આ વખતે બોડકદેવ ખાતેના પંડિત દિન દયાળ હોલ ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી 28 માર્ચ દરમિયાન ધોરણ-10ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યના 9.56 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે બોર્ડ દ્વારા ગુરુવારે સવારે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું 64.22 % પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 10ની પરીક્ષા સમગ્ર રાજ્યના 958 કેન્દ્રોમાં લેવામાં આવેલી તેમાં બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર 95.92 ટકા પરિણામ મેળવીને મોખરે રહ્યું છે. જ્યારે નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર 11.94 ટકા મેળવી સૌથી છેલ્લે રહેલો છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત રહ્યો છે. અહીં 76.45 ટકા પરિણામ આવ્યું છે.

6111 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ
ગ્રેડ મુજબ આંકડા પર નજર કરીએ તો 6111 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 44480 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ, 86611 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 127652 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ, 139248 વિદ્યાર્થીઓને C-1 ગ્રેડ, 67373 વિદ્યાર્થીઓને C-2 ગ્રેડ, 3412 વિદ્યાર્થીઓને D જ્યારે 6 વિદ્યાર્થીને E-1 ગ્રેડ આવ્યો છે.
9.56 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
ઉલ્લેખનીય છે કે, પરીક્ષા આપનાર 9. 56 લાખ વિદ્યાર્થીઓમાં 7. 41 લાખ રેગ્યુલર વિદ્યાર્થીઓ, 11,000 પ્રાઈવેટ વિદ્યાર્થીઓ, 5,000 ખાનગી રીપિટર વિદ્યાર્થીઓ, 1. 65 લાખ રીપિટર વિદ્યાર્થીઓ, 33,000 આઈસોલેટેડ વિદ્યાર્થીઓ અને 4,000 દિવ્યાંગ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. રાજ્યભરના 83 ઝોનમાં 31,819 બ્લોકમાં 958 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.
બે દિવસ પહેલા બોર્ડ દ્વારા પરિણામની તારીખ અને સમયની સત્તાવાર જાહેર કરવામાં આવી હતી. તે સમયે બોર્ડે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે.

Related posts

યોગી ના બનો તો કઈ નહિ ઉપયોગી બનો સ્વામી વિવેકાનંદ નુ સૂત્ર ઇડર પોલીસ સ્ટેશનના પીઆઇ પ્રહલાદસિંહ વાઘેલાએ સાકાર કરી બતાવ્યું

editor

બિસ્માર રસ્તાઓનું કામકાજ કન્સલ્ટન્ટ્‌સના લીધે અટવાયું

aapnugujarat

ઈસનપુરમાં ગેરકાયદે બાંધકામને તોડી પડાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1