Aapnu Gujarat
રમતગમત

મેસ્સી આજે બાળપણની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરશે

ફુટબોલના જાદુગર તરીકે ઓળખાતા આર્જેન્ટીનાના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સી મેદાન પર જેટલો લોકપ્રિય છે તેટલો જ લોકપ્રિય આર્જેન્ટીનાના એક પ્રેમી તરીકે પણ રહ્યો છે. આવતીકાલે મેસ્સી ભવ્યરીતે પોતાની બાળપણની સ્વીટહાર્ટ અને બે બાળકોની માતા એન્ટોનેલા સાથે લગ્ન કરનાર છે. આ લગ્નમાં ધરખમ અને દિગ્ગજ ફુટબોલ ખેલાડીઓ હાજરી આપ તેવી શક્યતા છે જેમાં બાર્સોલેનાના સાથી ખેલાડી અને બ્રાઝિલના સ્ટાર ફુટબોલર નેમાર, લુઇસ સુઆરેઝ અને ગેરાલ્ડ પીકનો સમાવેશ થાય છે. કોલમ્બિયાની ગાયિકા સાકિરા પ ણ રોમાંચ ઉમેરે તેવી શક્યતા છે. કોઇપણ પ્રકારની ભેંટ સોગાદો ન લાવવા માટે કહેવામાં આવ્યું છે. મેસ્સી અને તેની પ્રેમિકાએ કહ્યું છે કે, જે પણ ગિફ્ટ લાવવામાં આવે તે લિયોમેસ્સી ફાઉન્ડેશનના નામે લાવવામાં આવે જેને ફાઉન્ડેશનમાં જમા કરવામાં આવશે. સાકિરાની ઉપસ્થિતિને લઇને પણ ભારે રોમાંચની સ્થિતિ છે. મેસ્સી શુક્રવારના દિવસે પોતાના વતન શહેર રોસારિયોમાં લગ્ન કરશે. ૨૯ વર્ષીય તેની પ્રેમિકાના આ લગ્નને લઇને ઉત્સાહ છે. આર્જેન્ટીનાના પાટનગર બ્યુનોસએરથી ૩૦૦ કિલોમીટરના અંતરે સ્થિત વિસ્તારમાં આ લગ્ન થનાર છે જેમાં ૨૫૦ મહેમાનોની ઉપસ્થિતિ રહેશે. ૧૫૦થી વધુ પત્રકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, આર્જેન્ટિનાના સ્ટાર ફુટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીએ ગયા વર્ષે કોપા અમેરિકા કપની ફાઈનલમાં હાર થયા બાદ એકાએક નિવૃત્તિ લઈ લીધી હતી. મેસ્સીએ ૨૭મી જૂનના દિવસે એકાએક નિવૃત્તિની જાહેરાત કરીને કરોડો ફુટબોલ ચાહકોને ચોંકાવી દીધા હતા. જો કે, આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી માંગ અને આર્જેન્ટીના સરકારની રજૂઆત બાદ મેસ્સીએ ફરીવાર નિવૃત્તિ પાછી ખેંચી હતી અને ત્યારબાદથી સતત આંતરરાષ્ટ્રીય ફુટબોલમાં અને પ્રતિષ્ઠિત લીગમાં રમી રહ્યો છે. મેસ્સીએ પોતાની કેરિયરની શરૂઆત ૧૭મી ઓગસ્ટ ૨૦૦૫ના દિવસે કરી હતી એ તે આર્જેન્ટિના તરફથી સૌથી વધુ ૫૫ ગોલ કરનાર ખેલાડી બન્યો હતો. તેને ગેબ્રીયલ બાસ્ટીટુટાના રેકોર્ડને તોડ્યો હતો. મેસ્સીએ શાનદાર દેખાવથી પાંચ વખત ફીફાના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ જીતવામાં સફળતા મેળવી હતી. મેસ્સીએ પોતાની ક્લબ બાર્સોલોનાને રેકોર્ડ આઠ વખત પ્રતિષ્ઠિત લાલીગા ટ્રોફી જીતાડવામાં ભૂમિકા ભજવી છે. મેસ્સી ઓલટાઈમમાં ગ્રેટેસ્ટ ખેલાડીઓ તરીકેનો એક ખેલાડી રહ્યો છે. તેના નામ ઉપર અનેક રેકોર્ડ છે. મધ્ય આર્જેન્ટિનામાં જન્મેલા અને ઉછરેલા મેસ્સીએ બાળપણથી ફુટબોલમાં રસ રાખ્યો હતો. ૧૩ વર્ષની વયે તે બાર્સોલોનામાં સામેલ થવા સ્પેન પહોંચી ગયો હતો. પોતાની શરૂઆતની કારકિર્દીમાં મેસ્સી વધારે ઈજાગ્રસ્ત રહ્યો હતો. મેસ્સીએ છ મોટી ટુર્નામેન્ટોમાં પોતાની ટીમનું નેતૃત્વ કર્યું હતું. નાની વયમાં જ તે ૨૦૦૫માં ફીફા વર્લ્ડ યુથ ચેમ્પિયનશીપ જીતી ગયો હતો. ૨૦૦૮ સમર ઓલિમ્પિકમાં પોતાની ટીમને ગોલ્ડ અપાવવામાં સફળ રહ્યો હતો. તેની સરખામણી મારાડોના સાથે પણ થવા લાગી હતી. ઓગસ્ટ ૨૦૦૫માં આર્જેન્ટિનાની ટીમમાં તે એન્ટ્રી કરી ગયો હતો. ૨૦૦૬ના વર્લ્ડકપમાં તે આર્જેન્ટિના તરફથી રમીને ગોલ્ડ કરનાર ખેલાડી બન્યો હતો.

Related posts

बुमराह का अजीबोगरीब ऐक्शन कमजोरी नहीं ताकत है : जहीर खान

aapnugujarat

ब्रॉडकास्ट राइट्‌स : कमाई में २६ ÷ शेयर क्रिकटर का

aapnugujarat

BCCI ने महिला टीम के प्रदर्शन विश्लेषक पद के लिए मांगा आवेदन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1