Aapnu Gujarat
રમતગમત

કન્ફરડેશન કપ : પોર્ટુગલને શુટઆઉટમાં હરાવી ચીલી ફાઇનલમાં

રશિયાના કઝાન એરેના ખાતે ૪૦૮૫૫ ફુટબોલ ચાહકો વચ્ચે રમાયેલી કન્ફડરેશન કપ ફુટબોલની પ્રથમ સેમીફાઇનલ મેચમાં ચીલીએ પોર્ટુગલ પર પેનલ્ટી શુટ આઉટમાં ૩-૦થી જીત મેળવીને ફાઇનલમાં આગેકુચ કરી લીધી હતી. આ મેચમાં હિરોની ભૂમિકા ચીલીના ગોલકિપર ક્લાઉડિયો બ્રાવોએ અદા કરી હતી. બ્રાવોએ ત્રણ સ્ટોક કિક બચાવી લેવામાં સફળતા મેળવી હતી. દિલધડક મેચમાં નિર્ધારિત સમય સુધી બન્ને ટીમો ગોલ કરવામાં સફળ રહી ન હતી. ત્યારબાદ વધારેનો સમય આપવામાં આવ્યો હતો. તેમા ંપણ બન્ને ટીમો ગોલ કરી શકી ન હતી. અંતે મેચ પનલ્ટી શુટઆઉટમાં પ્રવેશી ગઇ હતી. જમાં ચીલીએ બાજી મારી લીધી હતી. શુટઆઉટમાં ચીલી તરફથી વિડાલ, ચાર્લ્સ, સાન્ચેંજે ગોલ કર્યા હતા. બન્ને ટીમો નિર્ધારિત સમય અને વધારાના સમયમાં ગોલ કરી શકી ન હતી. પોર્ટુગલ તરફથી રિકોર્ડો ક્વારેસ્મા, માઉન્ટિનો અને નાની ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ચીલીની ટીમ સતત ત્રીજી વખત આંતરરાષ્ટ્રીય ફાઇનલમાં પહોંચી છે. તે પહેલા તે કોપા અમેરિકા કપમાં વિજેતા બની હતી. ગયા વર્ષે યુરોપિયન ચેમ્પિયનશીપમાં જીત મેળવ્યા બાદ પોર્ટુગલની ટીમ સતત બીજી મોટી સ્પર્ધા જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી હતી. જો કે તેના સપના પર પાણી ફરી વળ્યુ હતુ. પ્રથમ સેમીફાઇનલમાં ચીલીએ જીત મેળવી લીધા બાદ તે હવે બીજી સેમીફાઇનલ મેચના વિજેતા સામે ફાઇનલમાં રમશે. બીજી સેમીફાઇનલ જર્મની અને મેક્સિકો વચ્ચે રમાનાર છે. પ્રતિષ્ઠિત કન્ફડરેશન કપમાં ગ્રુપ બીની તેની છેલ્લી મેચમાં ચેમ્પિયન જર્મનીએ કેમરૂન પર ૩-૧થી જીત મેળવીને સેમીફાઇનલમાં કુચ કરી લીધી હતી. જર્મની પોતાના ગ્રુપમાં ટોપ પર રહેલી ટીમ છે. જ્યારે ચીલી બીજા સ્થાને રહી હતી. ચીલીની ટીમ ફાઇનલમાં પ્રવેશી ગઇ છે જે પોર્ટુગલને સેમીફાઇનલમાં હાર આપી ચુકી છે. સોચી ખાતે રમાયેલી અંતિમ મેચમાં જર્મનીએ શાનદાર રમત રમી હતી. શક્તિશાળી પોર્ટુગલે તેની છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડ પર ૪-૦થી જીત મેળવી હતી. જ્યારે અન્ય એક મેચમાં મેક્સિકોએ રશિયા પર ૨-૧થી જીત મેળવી હતી. રશિયામાં આ વખતે આયોજન કરવામાં આવ્યુ છે જેથી રશિયાના ફુટબોલ ચાહકો રોમાંચમાં ડુબેલા છે. કન્ફડરેશન કપની મેચો ચાર જુદા જુદા મેદાનો ઉપર રમાઇ રહી છે. જે ચાર શહેરોમાં મેચો રમાઇ રહી છે તેમાં સેન્ટ પિટર્સબર્ગ, મોસ્કો, કઝાન અને સોચીનો સમાવેશ થાય છે. ચેમ્પિયન બ્રાઝિલ આશ્ચર્યજનકરીતે આ વખતે ક્વાલીફાઇડ થયુ નથી. ૨૦૦૫, ૨૦૦૯ અને ૨૦૧૩માં કન્ફડરેશન કપ જીતનાર બ્રાઝિલ આ વખતે મેદાનમાં ઉતર્યુ નથી. ૧૯૯૫ બાદ પ્રથમ વખત બ્રાઝિલની ટીમ ક્વાલીફાઈડ કરી શકી નથી. ગ્રુપ એમાં રશિયા, ન્યુઝીલેન્ડ, પોર્ટુગલ અને મેેક્સિકોની ટીમ હતી.જ્યારે ગ્રુપ બીમાં કેમરુન, ચીલી, ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવી ટીમો હતી. રશિયામાં પ્રથમ વખત આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. યુરોપિયન પેટાખંડમાં ત્રીજી વખત કન્ફડરેશન કપનું આયોજન થયું છે. યજમાન દેશ હોવાથી રશિયા આ ટુર્નામેન્ટ માટે ઓટોમેટિકરીતે ક્વાલીફાઇડ થયું હતુ. જો કેતે ફેંકાઇ ગયુ છે. ગ્રુપ તબક્કામાં દરેક ટીમ ચારના ગ્રુપમાં ત્રણ મેચ રમ્યા બાદ વિજેતા અને રનર્સઅપ નોકઆઉટમાં એકબીજાનો સામનો કરશે. નોકઆઉટ સ્પર્ધામાં ચાર ટીમો સિંગલ ઇલિમિનેશન મેચમાં ભાગ લેશે. ત્રીજા સ્થાન માટેની મેચ સેમિફાઇનલમાં હારના બે ટીમો વચ્ચે રમાશે. ફુટબોલ ચાહકોમાં ભારે રોમાંચ છે. રશિયાના ફુટબોલ ચાહકો તેમની ટીમ બહાર થઇ હોવા છતાં મેચની માજા માણવા માટે તૈયાર છે. ચીલી હવે કપ માટે ફરી એકવાર ફવરીટ બની ગઇ છે તેમ નિષ્ણાંતો માની રહ્યા છે.

Related posts

आईपीएल से बाहर हुए ब्रावो

editor

सचिन का वर्ल्ड रिकॉर्ड तोड़ने से सिर्फ 8 शतक दूर हैं विराट

aapnugujarat

It is important to throw dot ball in WC : Cummins

aapnugujarat

Leave a Comment

UA-96247877-1