Aapnu Gujarat
રમતગમત

ભારત-વિન્ડીઝ વચ્ચે આજે ત્રીજી વન-ડે : સાંજે ૬.૩૦ વાગ્યેથી જીવંત પ્રસારણ

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની ત્રીજી વનડે મેચ આજેે રમાનાર છે. પ્રથમ વનડે મેચ વરસાદના કારણે ત્રિનિદાદ ખાતે ધોવાઈ ગયા બાદ બીજી વનડે મેચ ભારતીય ટીમે જીતી લીધી હતી. ભારતીય ટીમ ૧-૦ની લીડ ધરાવે છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા આવતીકાલે ૨-૦ની લીડ મેળવી લેવાના મક્કમ ઇરાદા સાથે નોર્થ સાઉન્ડ ખાતેના મેદાન ખાતે રમાનારી મેચમાં મેદાનમાં ઉતરશે. અત્રે નોંધનીય છે કે, પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાયેલી વરસાદગ્રસ્ત બીજી વનડે મેચમાં ભારતે વેન્ટ ઇન્ડિઝ પર ૧૦૫ રને જીત મેળવી હતી. આ મેચમાં ભારત તરફથી રહાણેએ શાનદાર ૧૦૩ રન કર્યા હતા. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ ૮૭ રન કર્યા હતા. વિન્ડીઝની સામે ભારતે પ્રથમ બેટિંગ કરતા પાંચ વિકેટે ૩૧૦ રન કર્યા હતા. જો કે મોડેથી વરસાદ પડતા મેચમાં ઓવરની સંખ્યા ઘટાડી દઇને ૪૩-૪૩ કરી દેવામાં આવી હતી. ભારતના ૩૧૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા વિન્ડીઝની ટીમ ૪૩ ઓવરમાં છ વિકેટે માત્ર ૨૦૫ રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડિઝ તરફથી હોપે સૌથી વધારે ૮૧ રન કર્યા હતા. બીજી વનડે મેચ ગુમાવી દીધા બાદ વિન્ડિઝની ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમમાં બે નવા ખેલાડી અમ્બ્રિસ અને હોપનો સમાવેશ કરાયો છે. બંને પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. પાંચ વનડે મેચોની શ્રેણી બાદ ટી ટ્‌વેન્ટી મેચ ૯મી જુલાઈના દિવસે રમાશે જ્યારે પાંચ અને અંતિમ વનડે મેચ છઠ્ઠી જુલાઈના દિવસે રમાશે.ભારતીય ટીમ હાલમાં ખુબ શાનદાર ફોર્મમાં ચાલી રહી છે જેના લીધે વેસ્ટઇન્ડિઝની યાત્રામાં પણ ટીમ ઇન્ડિયા સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે. વિન્ડિઝની ટીમ જેસન હોલ્ડરના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે જેમાં તમામ નવા ઉભરતા ખેલાડી છે. ભારત સામે રમાનારી બાકીની ત્રણ વનડે મેચો માટે જેસન હોલ્ડરના નેતૃત્વના વિન્ડિઝની ટીમની ગઇકાલે બુધવારના દિવસે જાહેરાત કરવામાં આવી હતી. ટીમમાં કાયલી હોપ અને સુનિલ અમ્બ્રીસનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
અંતિમ ત્રણ મેચ માટે ટીમની પસંદગી કરવામાં આવી હતી. જોનાથન કાર્ટર અને કે વિલિયમ્સને પડતા મુકી દેવામાં આવ્યા હતા. ૨૮ વર્ષીય હોપ ટોપ ઓર્ડરનો બેટ્‌સમેન છે અને ટીમમાં વિકેટકીપર બેટ્‌સમેન સાઈ હોપનો ભાઈ છે. હવે કાયલી હોપ અને સાઇ હોપ બે બંધુઓ એક સાથે ટીમમાં રમનાર છે. જ્યારે ૨૪ વર્ષીય અમ્બ્રિસ વિકેટકીપર બેટ્‌સમેન છે જે વિન્ડવાડ આઈલેન્ડ તરફથી રમે છે. બંને ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનો કોઇ અનુભવ ધરાવતા નથી. ગયા વર્ષે શ્રીલંકા સામેની ટુર મેચમાં વિન્ડિઝ એ તરફથી હોપે ઓપનિંગમાં બેટિંગ કરી હતી અને સદી ફટકારી હતી. ત્રણ મેચની શ્રેણીમાં એક સદી અને ૮૧ રનની ઇનિંગ્સ રમી હતી.

Related posts

US Open : Serena Williams wins 100th tournament

aapnugujarat

निशानेबाजी : अनीश ने जूनियर विश्व कप में जीता स्वर्ण पदक

aapnugujarat

ધોનીનું પદ્મ ભૂષણની સાથે સન્માન થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1