Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મહાસ્વચ્છતા અભિયાનને વર્લ્ડ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો

પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યાએ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ હિંમતનગર નગરપાલિકાના સહયોગથી ભારતીય જનતા યુવા મોરચા દ્વારા હિંમતનગર ખાતે મહાસ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ મહાસ્વચ્છતા અભિયાનમાં ૮૦૦૦ થી વધુ લોકો જોડાઈને એક નવો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનમાં યશ કલગી રૂપ બન્યો હતો. ગુજરાત પ્રદેશ કાર્યાલય,શ્રી કમલમ્‌ ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા સન્માનપત્ર ઐનાયત કરાયું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ઉત્તર ગુજરાતના અરવલ્લી ખાતે આવી રહ્યા છે. તેના અનુસંધાનમાં છેલ્લા સપ્તાહથી વિવિધ કાર્યકર્મોના ભાગ રૂપે આજરોજ હિમતનગર ખાતે હિંમતનગર નગરપાલિકાના સહયોગથી આ મહાસ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રમણલાલ વોરા, સાબરકાંઠા જીલ્લાના પ્રભારી મંત્રીશ્રી વલ્લભભાઇ કાકડિયા, પ્રદેશ મહામંત્રીશ્રી કે. સી. પટેલ, જીલ્લાના પ્રમુખશ્રી જે. ડી. પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપપ્રમુખ શ્રીમતી રમીલાબેન બારા, સાંસદ સભ્યશ્રી દિપસિંહ રાઠોડ, ધારસભ્યશ્રી રાજુભાઈ ચાવડા, હિંમતનગરના વાલીશ્રી હર્ષદભાઈ પટેલ, હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નીલાબેન પટેલની ઉપÂસ્થતિમાં અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડા. ઋત્વિજ પટેલની આગેવાનીમાં મહાસ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાત યુવા મોરચા પ્રદેશના અધ્યક્ષ શ્રી ડા. ઋÂત્વજ પટેલ આ કાર્યક્રમમાં જાડાઈ હિંમતનગર શહેરના મોટી સંખ્યામાં ઉપÂસ્થત નગરજનો અને યુવા મોરચાના કાર્યકર્તાઓને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના નિર્માણના દિશા દર્શનને સાકાર કરવા માટે સ્વચ્છ ભારતની પ્રતિજ્ઞા કરાવી હતી. યુવા મોરચા દ્વારા આ કાર્યકર્મમાં હિમતનગરના ૧૨ ઝોનમાં ૮૦૦૦થી વધુ લોકોને સાથે જોડીને મહાસ્વચ્છતા અભિયાનનો વિશ્વ વિક્રમ સર્જયો હતો.       

Related posts

ઈડર ડૉક્ટર એસો. દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સોંપાયું

editor

જોટાણા તાલુકાને આગામી પાંચ દિવસમાં સંપૂર્ણ સેનેટાઇઝ કરવાનો નિર્ધાર: સુદીપ શાહ જોટાણા તાલુકા વિકાસ અધિકારી

editor

ગુજરાત : બીજા ચરણમાં ૬૮.૭૦ ટકા મતદાન, હજુય ભારે સસ્પેન્સ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1