Aapnu Gujarat
ગુજરાત

બોલો..ઉર્જા મંત્રીની હાજરીમાં જ ધોળા દિવસે લાઇટ ચાલુ રાખી ઉર્જાનો વ્યય કરાયો

લાંબા સમયની કામગીરી બાદ પૂર્ણ થયેલા બેડેશ્વર ઓવર બ્રીજ અને બે આવાસ યોજનાઓનું રવિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિકાસ, વિકાસ અને વિકાસની મોટી મોટી વાતો વચ્ચે યોજાયેલી સભામાં ઉર્જા મંત્રી અને જીલ્લાના પ્રભારી મંત્રી સૌરભ પટેલની હાજરીમાં ઉર્જાનો ધોળે દિવસે વ્યય થઇ ગયો. સભા સ્ટેજની સામે જ ધોળા દિવસે અને મંત્રીની સામે જ તંત્રએ વીજળીનો વ્યય કરી, મત્રીઓ સહિતના જન પ્રતિનિધીઓ પ્રજાને સુફિયાણી સલાહો આપતા જોવા મળ્યા હતા.
જામનગરમાં બેડી બંદર તરફના રસ્તાના ટ્રાફિક નિયંત્રણ માટે સરકાર દ્વારા ઓવર બ્રિજનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. બે વરસે પૂર્ણ થયેલ આ બ્રિજના પૂર્ણ કાર્ય બાદ રવિવારે લોકાર્પણ વિધિ હાથ ધરવામાં આવી હતી. જામનગર પ્રભારી મંત્રી સૌરભ પટેલ કેબીનેટ મંત્રી આર સી ફળદુ, સાંસદ પૂનમ માડમ, ધારાસભ્યો અને મહાનગર પાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્ય સંપ્પન કરવામાં આવ્યું હતું. ૨૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ બ્રીજ શરુ થઇ જતા બેડેશ્વર વિસ્તરનો ટ્રાફિક હળવો થઇ જશે એવો આશાવાદ સેવવામાં આવ્યો છે. બીજી તરફ શરુ સેક્સન રોડ પર આકાર પામેલ ૬૦૦ આવાસ અને પોલીસ હેડકવાટર પાછળ બનાવવામાં આવેલ ૨૮૮ આવાસનું લોકાર્પણ પણ કરી લાભાર્થીઓને ચાવી આપવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રભારી મંત્રી પટેલે સરકારના લોકાભિમુખ વ્યવહારને બિરદાવી. શહેરીજનોને નવા વિકાસ કાર્યો માટે શુભેર્ચ્છા પાઠવી હતી. બીજી તરફ શહેરને નિયમિત પાણી પૂરું પડવાની પણ મંત્રીએ ખાતરી આપી હતી. તો બીજી તરફ ખુદ ઉર્જા મંત્રીની હાજરીમાં વીજ તંત્રને ખ્યાલ જ ન રહ્યો કે દિવસ છે કે રાત! કેમ કે ઉર્જા મંત્રીને રાજી રાખવા તંત્રએ સભા મંડપની સામે જ વીજળીનો વ્યય કરી આખો દિવસ એ એલઈડી બલ્બ ચાલુ રાખ્યો હતો. એક તરફ સરકાર વીજળી બચાવવા નાગરિકોને સુફિયાણી સલાહો આપે છે. આ સલાહ માત્ર નાગરિકો પુરતી જ હોય તેમ તંત્રએ ઉર્જા મંત્રીની સામેં જ સાબિત કરી આપ્યું છે.

Related posts

સેક્સ રેકેટ : યુવતીઓને રોજ ૬૦૦૦ જેટલી ચુકવણી થઇ : બોપલ પોલીસે સાતની ધરપકડ કરી

aapnugujarat

ખેડૂતો, ગરીબોની વાત નહીં કરીએ તો તેઓ મતનો પાવર બતાવતા હોય છે : અલ્પેશ ઠાકોર

aapnugujarat

કંથારિયા ગામના યુવક પર રીંછે હુમલો કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1