Aapnu Gujarat
ગુજરાત

સેક્સ રેકેટ : યુવતીઓને રોજ ૬૦૦૦ જેટલી ચુકવણી થઇ : બોપલ પોલીસે સાતની ધરપકડ કરી

શહેરના એસજી હાઇવે પર ખોડિયાર ગામ નજીક અદાણી શાંતિગ્રામના મિન્ડોઝ ફલેટમાંથી ગઇ મોડી રાત્રે પર્દાફાશ થયેલ હાઇપ્રોફાઇલ સેક્સરેકેટમાં ચોંકાવનારો ખુલાસો પોલીસ તપાસમાં સામે આવ્યો છે કે, આરોપીઓ દ્વારા યુવતીઓને ફલેટમાં જ રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી અને દેહવ્યાપાર માટે તેઓને પ્રતિદિન એટલે કે, રોજના રૂ.છ હજાર જેટલી માતબર રકમ ચૂકવાતી હતી. બોપલ પોલીસે આ સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ જારી રાખી છે. પોલીસે ચકચારભર્યા આ પ્રકરણમાં આરોપી પ્રકાશ કિકાણી અને ભરત માલી અને પ્રાંચ ગ્રાહકો મળી અત્યારસુધી સાત આરોપીઓની ધરપકડ કરી છે.બાપુનગરમાં રહેતો આરોપી પ્રકાશ કિકાણી અને નરોડામાં રહેતો ભરત માલી ભેગા મળી આ સેક્સરેકેટ ચલાવતા હતા, જેમાં કોલકત્તા, મુંબઇ, યુપી અને દિલ્હીથી યુવતીઓને બોલાવી અદાણી શાંતિગ્રામના પોશ ફલેટમાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવી અને રહેવા-જમવાની સગવડ પૂરી પાડવા સાથે દેહવ્યાપાર માટે તેઓને રોજના રૂ.૬ હજાર જેટલી ઉંચી રકમ પણ ચૂકવાતી હતી, જયારે આરોપીઓ દ્વારા ગ્રાહકો પાસેથી રૂ.દસ હજાર સુધીની રકમ લેવામાં આવતી હતી. આ અંગેની વિગત એવી છે કે, બોપલ પોલીસને બાતમી મળી હતી કે, અદાણી શાંતિગ્રામમાં મિન્ડોઝ ફલેટમાં જી-૧/૯૦૪ નંબરના ફલેટમાં બહારથી યુવતીઓ બોલાવીને દેહવ્યાપાર ચલાવાઇ રહ્યો છે, તેથી પોલીસે પ્લાનીંગ સાથે અચાનક જ ઉપરોકત સ્થળે દરોડા પાડયા હતા અને ઘટનાસ્થળેથી ચાર યુવતીઓ, પાંચ ગ્રાહકો અને સેક્સરેકેટ ચલાવનારા બંને આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસે ફલેટ ખાતેથી કોન્ડોમના પેકેટો, ૧૦ મોબાઇલ ફોન, રૂ.૧૭ હજાર રોકડા અને પાંચ વાહનો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો સામે આવ્યો હતો કે, આરોપીઓ દ્વારા ઉપરોકત યુવતીઓને ભાડેથી આ મકાનમાં રાખવામાં આવતી હતી અને તેઓને ફલેટમાં જ બધી સુુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી પરંતુ ફલેટ અને યુવતીઓનો ઉપયોગ દેહવ્યાપાર માટે કરવામાં આવતો હતો.

Related posts

वस्त्राल में कॉर्पोरेशन द्वारा नये रास्ते को १० दिन में फिर खोदने से लोगों में नाराजगी

aapnugujarat

ગુજરાત પ્રદેશ યૂથ કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂંક થઈ

aapnugujarat

તિલકવાડાની દેવલિયા ચોકડી પર અકસ્માત : એકનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1