Aapnu Gujarat
રમતગમત

પંડ્યા ખૂબ જ સારો ઓલરાઉન્ડર : કોહલી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી રવિવારે ઇંગ્લેન્ડની વિરુદ્ધ ત્રીજી અને નિર્ણાયક ટી૨૦ મેચમાં મળેલી જીત બાદ ખૂબ જ ખુશ જોવા મળ્યો. એને કહ્યું કે પડકારરૂપ પ્રવાસની શરૂઆત સીરિઝ જીતથી કરવી ખૂબ સારી રહી.  કોહલીએ કહ્યું, ’અમારા બોલરોએ જોરદાર વાપસી કરી. એક સમયે અમને લાગતું હતું કે ઇંગ્લેન્ડ ૨૨૫-૨૩૦ રન બનાવી લેશે. પરંતુ અમારા ખેલાડીઓએ ચરિત્ર દેખાડ્યું અને મને એમની પર ગર્વ છે. અમે છેલ્લી ૧૦ ઓવરોમાં બેટ્‌સમેન પર દબાણ કર્યું. આ ફોર્મેટમાં ૨૫-૩૦ રન ખૂબ મહત્વપૂર્ણ થઇ જાય છે.’
વિરાટે કહ્યું કે પંડ્યા ખૂબ જ સારો ઓલરાઉન્ડર છે. એને પોતાની બેટિંગ અને બોલિંગ પર ખૂબ જ વિશ્વાસ છે. ચોગ્ગા-છગ્ગા બાદ એને જે રીતે ૪ વિકેટ લીધી એ વખાણવા લાયક છે. આમ તો રોહિત શર્માની શતક સ્પેશિયલ હતી, પરંતુ દિવસની સૌથી ઉલ્લેખનીય પ્રદર્શન તો હાર્દિક પંડ્યાએ કર્યું.
કોહલીએ કહ્યું કે પિચ પૂરી રીતે સપાટ હતી અને બોલરોને ખૂબ જ મુશ્કેલી થઇ રહી હતી. ઇંગ્લેન્ડ ૨૦૦ની નજીક પહોંચ્યું અને અને કેટલાક બોલ રહેતા જીત પ્રાપ્ત કરી. અમે આગળની મેચોમાં પણ ટીમ કોમ્બિનેશનમાં આ પ્રકારનો પ્રયોગ કરતાં રહીશું.  હાર્દિક પંડ્યાએ ૩૮ રન પર ૪ વિકેટ લઇને કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. એના જવાબમાં ભારતના ૮ બોલ બાકી રહેતા ૩ વિકેટ ગુમાવીને લક્ષ્ય પ્રાપ્ત કર્યું. જ્યારે રોહિતે ૫૬ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૧૦૦ રન બનાવીને નોટઆઉટ રહ્યો. વિરાટે ૪૩ અને હાર્દિકે નોટઆઉટ ૩૩ રનોનું યોગદાન આપ્યું.

Related posts

મિતાલી રાજે ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

editor

विपक्ष कितना भी मजबूत हो, गांगुली ने कभी कदम पीछे नहीं हटाए : गावसकर

aapnugujarat

કેદાર જાધવ આઈપીએલમાંથી બહાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1