Aapnu Gujarat
ગુજરાત

કંથારિયા ગામના યુવક પર રીંછે હુમલો કર્યો

વિજયનગર તાલુકાના કંથારીયામાં રહેતા યુવક પર રીંછે હુમલો કરતાં મોંઢાના ભાગે, છાતીના ભાગે પીઠ પર અને જમણા હાથ પર ઈજાઓ થઈ હતી.ઇજાગ્રસ્ત પૂર્વ સૈનિક સારવાર અર્થે વિજયનગર સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇડર પંચમ હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા.કંથારીયા ગામના મગનભાઈ મોડીયા કે જેઓ પૂર્વ સૈનિક છે અને શનિવાર સાંજે પાંચેક વાગ્યાના સુમારે ભેંસ માટે ચારો લેવા ગયા હતા અને અચાનક ઝાડીમાંથી દોડી આવેલ રીંછે હુમલો કરી દેતાં મગનભાઈ બચવાનો પ્રયાસ કર્યો હતો અને રીંછ સાથે ઝપાઝપી કરી હતી.પૂર્વ સૈનિકે બુમા બુમ કરતા આજુબાજુના સ્થાનિકો આવી પહોંચતા રીછ જંગલેમાં ભાગી ગયુ હતું અને ત્યાબાદ સારવાર અર્થે વિજયનગર લાવવામાં આવ્યા અને ત્યાં પ્રાથમિક સારવાર બાદ ઇડર પંચમ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બાબતની ફોરેસ્ટ વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

મહેસાણામાં કેતન પટેલના કરાયા અગ્નિ સંસ્કાર, ભાઇએ આપી મુખાગ્નિ

aapnugujarat

સાણંદના ઉદ્યોગ ગુજરાતની બહાર જવાની ફિરાકમાં : રાજ્ય સરકારનું ઓરમાયું વર્તન

aapnugujarat

लापता फैशन डिजाइनर वृष्टि-शिवम के मामले में जांच क्राइम ब्रांच को सौंपी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1