Aapnu Gujarat
ગુજરાત

મહેસાણામાં કેતન પટેલના કરાયા અગ્નિ સંસ્કાર, ભાઇએ આપી મુખાગ્નિ

મહેસાણાના બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથમાં મૃતક કેતનના પિતા મહેન્દ્રભાઇ પટેલની નાજુક તબિયતના કારણે મહેસાણાથી ગાંધીનગર રાજ્યપાલના બંગલે જનારી શબયાત્રા કાઢવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો હતો. આજે સવારે સિવિલથી બલોલ સુધી કેતન પટેલની સ્મશાનયાત્રા નીકળી હતી. જે બપોરે ૨.૩૦ વાગેની આસપાસ બલોલ પહોંચી હતી. કેતનનો મૃતદેહ ગામમાં પહોંચતાની સાથે જ આક્રંદ જોવા મળ્યું હતું. જ્યારે નાના ભાઈ દ્વારા કેતનને અગ્નિદાહ આપીને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ સ્મશાન યાત્રામાં આખું ગામ અને મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યાં હતાં. પુત્રના અગ્નિ સંસ્કારમાં પિતાને હોસ્પિટલથી લાવવામાં આવ્યા હતાં. કેતનના પિતા મહેન્દ્રભાઈ પટેલ પિતાને હાર્ટ એટેક આવતાં મહેસાણાના ખાનગી દવાખાનામાં દાખલ કરાયા છે.‘કેતન-કેતન તું જતો રહ્યો, છોકરા જેવો છોકરો મારો જતો રહ્યો…, મારા પુત્રનું મોત એળે નહીં જાય, એનો ચહેરો મારી આંખોની સામે જ છે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી એને સાચી શ્રદ્ધાંજલી આપી ન કહેવાય’ તેવું કહેતાં જ કેતનની માતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતાં. આ ઉપરાંત કેતનની પિતરાઈ બહેન પણ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી હતી.મહેસાણા શહેરના સર્કિટ હાઉસમાં મળેલી બેઠક બાદ પાટીદારોમાં આંતરિક ચર્ચાઓ વચ્ચે પાસના આગેવાને હાજર નગરસેવક કિર્તિ પટેલને હવે કેટલીક જવાબદારી તમે ઉપાડો તેમ કહેતાં તેમણે તાત્કાલિક ૧૦૦ કિલો ગુલાબની પાંદડીઓ, ૫૦ કિલો ગુગળ, અત્તર, ૧૦ કિલો સુખડ, ૨૫ કિલો ઘી, શબને મૂકવા માટે ટ્રેકટર, જનરેટર, કોફીનની તાબડતોબ વ્યવસ્થા કરવામાં આવી હતી.મહેસાણા સિવિલથી સવારે કેતન પટેલની સ્મશાનયાત્રા નિકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. જ્યારે રાધનપુર ચોકડી પાસે હજારોની સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. જ્યાં શહીદ કેતન પટેલને પાટીદારો દ્વારા ફૂલો ચઢાવીને શ્રંદ્ધાજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સ્મશાનયાત્રામાં પાટીદાર યુવાનો બાઈકો લઈને જોડાયા હતા. મહેસાણા સિવિલથી રવિવારે સવારે ૮ વાગે કેતનની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. જે રાધનપુર ચોકડીથી પાંચોટના માર્ગે નુગર બાયપાસથી મીઠા-સામેત્રા થઇને બલોલ પહોંચી હતી.

Related posts

ડભોઈના ૮૦૦ વર્ષ જૂના બદ્રીનારાયણ મંદિરના શિખરે સુવર્ણ કળશ બિરાજમાન

editor

આઠ મહાનગરોમાં ૨૦ ઓકટોબર પહેલાં રસ્તાના ખાડા પૂરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની તાકીદ

aapnugujarat

વડનગરમાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1