અમેરિકાના ટોચના બે ધારાસભ્યે પાકિસ્તાન પર ત્રાસવાદને ટેકો આપવાનો આક્ષેપ કરીને ટ્રમ્પ વહીવટીતંત્રને પાકિસ્તાનને લશ્કરી સહાયમાં કાપ મૂકવાની અરજ કરતાં જણાવ્યું હતું કે અમેરિકાએ પોતાના શસ્ત્રો મેળવવાનું ઇસ્લામાબાદ માટે વધુ મુશ્કેલ બનાવવું જોઈએ. આ અઠવાડિયે કૉંગ્રેસની સુનાવણી દરમિયાન કૉંગ્રેસના ડેના રોહરબાકર અને ટેડ પૉએ આક્ષેપ કર્યો હતો કે પાકિસ્તાન ત્રાસવાદ સાથે સંકળાયેલું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાનને આપવામાં આવતી લશ્કરી મદદમાં અમેરિકાએ કાપ મૂકવાની જરૂર છે. આપણે એ બાબત રેકોર્ડ પર લેવાની જરૂર છે કે આપણો દેશ પાકિસ્તાન જેવાં દેશોને શસ્ત્રો નહીં પૂરાં પાડે. પાકિસ્તાન ત્રાસવાદી કૃત્યો સાથે સંકળાયેલું હોવાનું આપણે જાણીએ છીએ. એ દેશ એક દિવસ આપણા લોકોને ઠાર મારશે, એવી અમને દહેશત છે., એમ રોહરાબાચરે ત્રાસવાદ, અણુઅપ્રસાર અને વ્યાપાર અંગેની વિદેશને લગતી બાબતોની પેટા સમિતિ સમક્ષ વિદેશનાં લશ્કરી સરંજામના વેચાણ પરની સુનાવણી વખતે કહ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે આપણે જાણીએ છીએ કે તેમણે (પાકિસ્તાને) અત્યારસુધીમાં શું કર્યું?રાજકીય લશ્કરી બાબતોના કાર્યવાહક સચિવ ટીના કાઇદાનોવે જણાવ્યું હતું કે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે મોનિટરિંગ પ્રોગ્રામ હેઠળ આપવામાં આવેલી આઈટેમોનો મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરવાની બાયધરીનો ચુસ્ત અમલ કરવાનું જણાવ્યું છે.