Aapnu Gujarat
ગુજરાત

ડભોઈના ૮૦૦ વર્ષ જૂના બદ્રીનારાયણ મંદિરના શિખરે સુવર્ણ કળશ બિરાજમાન

ડભોઈ નગરમાં આવેલ ૮૦૦ વર્ષ જુના બદ્રીનારાયણ ભગવાનના મંદિર પરિસરમાં પાટોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ વડોદરી ભાગોળ પાસે આવેલ વર્ષો જૂનું અને પૌરાણિક શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતે મેઘશિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે પાટોત્સવ અને યાગ યજ્ઞ યોજાયો હતો. શ્રી.બદ્રીનારાયણ મંદિર ૮૦૦ વર્ષ જૂનું મંદિર છે અને આ મંદિર પહેલા પતરાનું બનેલ હતું તેમજ મંદિરના શિખરે કળશની કમી હતી અને તે કમી ભક્તોના મનમાં સરી આવતી હતી પરંતુ બદ્રીનારાયણ ભગવાનની અસીમ કૃપાથી સર્વે ભક્તોના ૧૨વર્ષના સત પ્રયાસો અને અતૂટ શ્રમથી બધાંય આસ્થાળુઓ અને સદભક્તોએ મળીને બદ્રીનારાયણ મંદિરનું જીર્ણોદ્ધાર કરી એક અનેરું અને નવીન રૂપ અપાયું છે તેના ઉપલક્ષમાં સ્વામી સુદર્શનાચાર્યજીની ઈચ્છા મુજબ મંદિરના શિખર પર સુવર્ણ કળશની સ્થાપના કરવી જોઈએ તેથી ડભોઈ અને આસપાસના ભક્તોના અતૂટ પ્રયાસોથી મંદિરના શિખર પર ત્રણ સુવર્ણ કળશ બિરાજમાન કરવામાં આવ્યા છે. સાથે કોરોનાની ગંભીર બિમારીને ધ્યાને રાખતા અગ્રણીઓ દ્વારા પાટોત્સવ કાર્યક્રમ સ્મિત રાખી વધારે વિસ્તરણના કરતા ૧૨ વાગ્યા સુધી પૂજન અને ૪.૩૦ વાગે શ્રીફળ હવન અને ત્યાર પછી મહાઆરતીનું આયોજન કરાયું હતું અને આ બધી જ પ્રક્રિયા સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઈઝર તેમજ સરકારી ગાઈડલાઈન પ્રમાણે સંપૂર્ણ કરાશે એમ બદ્રીનારાયણ મંદિરના સ્વામી અનંત શ્રી વિભૂષિત ૧૦૦૮ સ્વામી સુદર્શનાચાર્યજી દ્વારા જણાવવામાં આવ્યું હતું. સાથે સર્વે સદભક્તોએ પાટોત્સવનો લાભ લઈ વિષ્ણુ યાગ યજ્ઞ માં પૂજાપાઠ, અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

सरसपुर में सवा लाख से अधिक लोगों के लिए भोज

aapnugujarat

જામનગરમાં ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે ૨૦૭ વૃક્ષ કપાશે

editor

‘ ચિત્રકૂટ ધામ’ની મુલાકાત લેતાં રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજી

editor

Leave a Comment

UA-96247877-1