ભારતના ઓલરાઉન્ડર યુવરાજ સિંહે રવિવારે ઓવલમાં રમાઇ રહેલા પાકિસ્તાન સામેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ ઇતિહાસ રચ્યો છે.યુવરાજ સાત આઇસીસી ટૂર્નામેન્ટમાં સાત ફાઇનલ મેચ રમનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. યુવરાજ સિંહે આ સાથે ઓસ્ટ્રેલિાયના રિકી પોન્ટિંગ અને શ્રીલંકાના કુમાર સંગકારા તેમજ માહેલા જયવર્ઘનેને પાછળ મૂક્યા છે. આ પહેલા આ ચારેય ખેલાડીઓ સંયુક્ત રીતે છ-છ આઇસીસી ફાઇનલ રમી ટૉપ પર હતા. ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહે પોતાના શાનદાર દેખાવની મદદથી ૨૦૦૭ના ટ્વેન્ટી-૨૦ વિશ્વ કપ તથા ૨૦૧૧ વન ડે વિશ્વ કપને યાદગાર બનાવ્યો હતો.યુવરાજે પોતાના શાનદાર દેખાવની મદદથી ભારતને ૨૦૧૧ વન ડે વિશ્વ કપમાં ખિતાબ અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તે આ ટૂર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચનો પુરસ્કાર જીત્યો હતો. તેણે ૩૬૨ રન બનાવવાની સાથે ૧૫ વિકેટ પણ લીધી હતી. તેના આ પ્રદર્શનની મદદથી ભારત ૧૯૮૩ બાર બીજી વખત વન ડે વિશ્વ કપ ચેમ્પિયન બન્યું હતું.