Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સંસદ પર હુમલાની ૧૭મી વરસી : શહીદને શ્રદ્ધાંજલિ

વર્ષ ૨૦૦૧માં ભારતીય સંસદ પર કરવામાં આવેલા ભીષણ હુમલાની આજે ૧૭મી વરસીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રાસવાદીઓ સામેના જંગમાં શહીદ થયેલા જવાનોના સાહસને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે સાથે તેમના સાહસને સલામ કરીને તેમના પરાક્રમ પર ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. સરક્ષા જવાનોના સાહસને યાદ કરીને મોદીએ ટ્‌વીટર પર માર્યા ગયેલા જવાનો અને લોકોને યાદ કર્યા હતા. મોદીએ કહ્યુ હતુ કે અમે જવાનોના સાહસને સલામ કરીએ છીએ. આજના દિવસે વર્ષ ૨૦૦૧માં દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતની સંસદ પર હુમલો કરવામાં આવ્યો તેને આજે ૧૭ વર્ષ પૂર્ણ થયા છે. હુમલામાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીએ આજે વર્ષ ૨૦૦૧માં સંસદ પર થયેલા ભીષણ હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્રાસવાદી હુમલાની ૧૬મી વરસીના દિવસે માર્યા ગયેલા લોકોને પણ મોદીએ યાદ કર્યા હતા.મોદીએ ટ્‌વીટર પર કહ્યુ ંહતું કે વર્ષ ૨૦૦૧માં આ દિવસે અમારી લોકશાહીના મંદિર સંસદ પર હુમલા દરમિયાન તેના રક્ષણ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદ જવાનોને તેઓ સેલ્યુટ કરે છે. તેમના બલિદાનને ક્યારેય લોકો ભુલી શકે નહી. વડાપ્રધાન મોદી ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને અન્ય રાજકીય નેતાઓએ પણ હુમલાની વરસીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે પણ કેન્દ્રમાં ભાજપની અટલ બિહારી વાજપેયી સરકાર હતી અને સત્ર પણ ચાલી રહ્યું હતું.દેશના તમામ જનપ્રતિનિધીઓ સંસદમાં જ હતા. મોડેથી હુમલાના માસ્ટરમાઇન્ડ અફજલ ગુરૂને ફાંસી આપવામાં આવી હતી. તોયબા અને જેશના ત્રાસવાદીઓએ હુમલો કરીને સાંસદોને બાનમાં પકડી લેવા માટેની યોજના હતી. જો કે દેશના બહાદુર જાબાજ જવાનોએ પોતાની જાન પર ખેલીને ત્રાસવાદીઓની યોજના પર પાણી ફેરવી દીધુ હતુ. તમામ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

પાંચ ત્રાસવાદીએ સંસદ ઉપર હુમલો કર્યો હતો
૧૩મી ડિસેમ્બર ૨૦૦૧ના દિવસે ભારતીય સંસદ ઉપર પાંચ ખૂંખાર સશસ્ત્ર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલો એ વખતે કરવામાં આવ્યો હતો જ્યારે સંસદ સત્રની કામગીરી ચાલુ હતી. આ આતંકવાદીઓએ સંકુલમાં પ્રવેશી જઈને અંધાધૂધ ગોળીબાર કર્યો હતો જેમાં નવ લોકોના મોત થયા હતા. શહીદ થયેલા નવ લોકોમાં દિલ્હી પોલીસના પાંચ જવાનોનો સમાવેશ થાય છે. સંસદ પર હુમલાની ૧૭મી વરસીના દિવસે શહીદ જવાનોને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ , રામનાથ કોવિન્દ અને અન્યોએ શ્રદ્ધાંજલિ આપી હતી.હુમલામાં અન્ય ચાર લોકો માર્યા ગયા હતા. જેમાં સીઆરપીએફની એક મહિલા અધિકારી, બે સંસદીય વોચ એન્ડ વોડ સ્ટાફના સભ્ય અને એક ગાર્ડનેરનો સમાવેશ થાય છે. આ ભીષણ હુમલામાં એક પત્રકારને પણ ઇજા થઈ હતી જેનું મોડેથી મોત થયું હતું. જો કે ભારતીય સેનાએ દિલધડક ઓપરેશન હાથ ધરીને આતંકવાદીઓ સામે જંગ ખેલીને તમામ પાંચે આતંકવાદીઓને મોતને ઘાત ઉતારી દીધા હતા. આ આતંકવાદી હુમલાના કલાકોના ગાળામાં જ મુખ્ય અપરાધી અને જેશેમોહમંદના ત્રાસવાદી અફઝલ ગુરુની રાષ્ટ્રીય પાટનરમાં એક બસમાંથી પકડી લેવામાં આવ્યો હતો. દેશભરમાં આજે શહીદોને અંજલિ આપાઇ હતી. ૧૩મી ડિસેમ્બરના દિવસે ૨૦૦૧ના દિવસે પાંચ ત્રાસવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો. મોડેથી તમામ પાંચેય ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. હુમલાના સંબંધમાં એક વર્ષ બાદ અફઝલ ગુરૂ સહિત ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેમને ટ્રાયલ દરમિયાન દોષિત ઠેરવવામાં આવ્યા હતા. મોડેથી ગુરૂને ફાંસી આપી દેવામાં આવી હતી. આજથી ૧૭ વર્ષ અગાઉ આ હુમલો કરવામાં આવ્યો હતો. સંસદ પર કરવામાં આવેલા હુમલાથી સમગ્ર વિશ્વ હચમચી ઉઠ્યુ હતુ. કારણ કે એ વખતે સંસદની કામગીરી ચાલી રહી હતી.

Related posts

PM Modi will talk to countrymen on the occasion of 73rd Independence Day

aapnugujarat

बिहार में आज नहीं तो कल होगा भाजपा का मुख्यमंत्री : गिरिराज सिंह

editor

દેશમાં કોરોનાએ રફ્તાર પકડી : ૨૪ કલાકમાં ૪૭,૦૦૦ નવા કેસ

editor

Leave a Comment

UA-96247877-1