Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટ્રોલ અને ડીઝલ કિંમતમાં સતત પાંચમાં દિવસે ઘટાડો

તેલ કિંમતોમાં ઘટાડાનો દોર આજે સોમવારના દિવસે પણ જારી રહ્યો હતો.મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં ઘટીને લીટરદીઠ ૮૩.૦૭ થઇ હતી.સતત પાંચમાં દિવસે કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૭.૫૬ સુધી થઇ ગઇ છે. આંતરરાષ્ટ્રીય ક્રુડની કિંમતમાં ઘટાડો જારી રહ્યો છે. જેના લીધે નોન બ્રાન્ડેડ પેટ્રોલની કિંમતમાં ઘટાડો થયો છે. રીટેઈલ પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઓકટોબરની ઉંચી સપાટીથી આશરે ૧૦ ટકાનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. બ્રેન્ટ ક્રુડની કિંમત તેની વર્તમાન ઉંચી સપાટીથી ૨૦ ટકા સુધી ઘટી ચુકી છે. જાણકાર લોકોનું કહેવું છે કે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં હજુ કેટલાક દિવસ સુધી ઘટાડો જારી રહી શકે છે. કારણ કે ભારતમાં રીટેઈલ કિંમતોમાં સંપૂર્ણપણે ક્રુડ ઓઈલની કિંમતોમાં હાલનો ઘટાડો પહોંચ્યો નથી. રૂપિયો પણ ડોલર સામે મજબૂત થઈ રહ્યો છે. ફ્યુઅલની કિંમતોને ખુબ સંવેદનશીલ ગણવામાં આવે છે. અવિરત ઘટાડો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોને વધુને વધુ રાહત મળી રહી છે. કરેક્શનનો દોર જારી રહેતા છેલ્લા એક મહિનામાં જ રિટેલ ફ્યુઅલની કિંમતમાં પાંચ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમતના આધાર પર કિંમતો નક્કી થાય છે. આ મહિનાની શરૂઆત બાદથી તેલ કિંમતો ચાર મહિનાની ઉંચી સપાટીથી ૧૧ ટકા સુધી ઘટી ગઈ છે. ફ્યુઅલની કિંમતમાં દરરોજના આધાર પર ઘટાડાના દોર ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો ઘટતા ભાવમાં ભારતમાં પણ ઘટાડો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા ઓઇલ કંપનીઓને સૂચના આપેલી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી ગઈ હતી. ચોથી ઓક્ટોબરના દિવસે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૯૧.૩૪ સુધી પહોંચી હતી ત્યારબાદથી ઘટાડો થઇ રહ્યો છે. બંનેની કિંમતમાં ઘટાડો હાલ જારી રહી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડની કિંમતમાં છેલ્લા બે સપ્તાહમાં ઉલ્લેખનીય ઘટાડો થતાં ભારતીય લોકોને તહેવારની સિઝનમાં રાહત મળી ગઈ છે. એમસીએક્સ એક્સચેંજમાં ક્રુડ ઓઇલની કિંમત છેલ્લા એેક મહિનામાં ૧૦૦૦ રૂપિયા પ્રતિ બેરલ સુધી ઘટી ચુકી છે.આજે રવિવારના દિવસે ચેન્નાઇ અને કોલકત્તામાં પેટ્રોલની કિંમત ક્રમશ ૮૦.૭૩ અને ૭૯.૬૫ રહી હતી

Related posts

जम्मू-कश्मीर और लद्दाख में अब कोई भी खरीद सकता है जमीन : मोदी सरकार

editor

जल्द ही रामजन्मभूमि के पास बनेगा नया राम मंदिर

aapnugujarat

पीएम केयर्स फंड को एनडीआरएफ में ट्रांसफर की याचिका सुप्रीम कोर्ट ने की खारिज

editor

Leave a Comment

UA-96247877-1