Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેન્દ્રિય મંત્રી અનંત કુમારનું નિધન

લાંબા સમયથી બિમાર ચાલી રહેલા કેન્દ્રિય પ્રધાન અનંત કુમારનુ આજે વહેલી પરોઢે આશરે બે વાગે અવસાન થયુ હતુ. તેમના અવસાનની સાથે જ ભાજપને મોટો ફટકો પડ્યો છે. સાથે સાથે તેમના લાખો સમર્થકોમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. કુમાર કેન્સરના રોગથી ગ્રસ્ત હતા. સારવાર પણ કરાવી રહ્યા હતા. ૫૯ વર્ષીય અનંત કુમારની પહેલા લંડન અને ત્યારબાદ ન્યુયોર્કમાં પણ સારવાર થઇ હતી. ૨૦મી ઓક્ટોબરના દિવસે તેમને બેંગલોર લાવીને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ શરીરને બેંગલોરના નેશનલ કોલેજમાં રાખવામાં આવ્યા બાદ તેમના અંતિમસંસ્કાર કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે તેમના પત્નિએ માહિતી આપી હતી કે અનંત હવે ઠીક છે. પરંતુ તેમની તબિયત એકાએક બગડી ગઇ હતી. એ વખતે કેન્સરની સાથે સાથે ઇન્ફેક્શન હોવાની બાબત સપાટી પર આવી હતી. તબિયત ખરાબ હોવાના કારણે અનંત છેલ્લા કેટલાક સમયથી કૃત્રિ શ્વાસ લેવાની મશીન એટલે કે વેન્ટીલેટર પર હતા. તેમને આઇસીયુમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.૨૨મી જુલાઇ ૧૯૫૯ના દિવસે જન્મેલા અનંત કુમાર ૧૯૯૬થી બેંગલોર સાઉથ લોકસભા સીટ પરથી સાંસદ તરીકે હતા. મોદી સરકારમાં તેઓ રસાયણ અને ખાતર પ્રધાન તરીકે હતા સાથે સાથે સંસદીય બાબતોના પ્રધાન તરીકે પણ હતા. શરૂઆતની કેરિયરમાં અનંત કુમાર સંઘ સાથે જોડાયેલા હતા. ત્યારબાદ વિદ્યાર્થી રાજનીતિમાં આવી ગયા ગયા હતા. ભાજપ સાથે લાંબા સમયથી જોડાયેલા હતા. બેંગલોર તેમના દિલોદિમાગ પર રહેતા હમેંશા બેંગલોરની સેવામાં રહેતા હતા. કર્ણાટકના લોકોને ખુબ મોટો ફટકો પડ્યો છે.તેમના અવસાનથી આઘાતનુ મોજુ ફરી વળ્યુ છે. અનંતકુમારના અવસાન બાદ ભાજપમાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે. કર્ણાટક સરકારે ત્રણ દિવસના શોેકની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે બેંગ્લોર પહોંચનાર છે. બેંગ્લોરમાં જ તેમના પાર્થિવ શરીરનું આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અનંતકુમારના અંતિમ સંસ્કાર મંગળવારે બપોરે કરાશે. આજે દિવસ દરમિયાન બસવાનાગુડી સ્થિત તેમના આવાસ ઉપર રાખવામાં આવ્યા બાદ આવતીકાલે અંતિમ સંસ્કાર કરાશે. આવતીકાલે સવારે આઠ વાગે અનંતકુમારના પાર્થિવ શરીરને મલ્લેશ્વરમ સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે લઇ જવામાં આવશે. જગન્નાથ ભવનમાં તેમના પાર્થિવ શરીરને રાખવામાં આવ્યા બાદ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ત્યારબાદ તેમના પાર્થિવ શરીરને નેશનલ કોલેજ ગ્રાઉન્ડ લઇ જવામાં આવશે જ્યાં શ્રદ્ધાંજલિ આપી શકાશે. અનંતકુમારના બેંગ્લોર સ્થિત આવાસ પર આઘાતનું મોજુ ફરી વળ્યું છે. અનંતકુમારના સન્માનમાં રાજ્ય સરકારે ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે. આજે સ્કુલ અને કોલેજો બંધ રહ્યા હતા. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ અનંતકુમારને શ્રદ્ધાંજલિ આપી છે. બીએસ યેદીયુરપ્પા, નાયબ મુખ્યમંત્રી આર અશોક અને અન્યોએ પણ શ્રદ્ધાંજલિ આપી છે. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ પણ તેમને મૂલ્યો ઉપર ચાલનાર નેતા તરીકે ગણાવ્યા છે. કેન્દ્રીયમંત્રી તરીકે દેશના વિકાસમાં તેમની મહત્વની ભૂમિકા હતી.

મોદીએ ત્રીજા કેબિનેટ સાથી ગુમાવ્યા
કેન્દ્રિય પ્રધાન અનંત કુમારનુ આજે અવસાન થયુ હતુ. આની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હજુ સુધીના સાઢા ચાર વર્ષના શાસનકાળમાં પોતાના પ્રધાનમંડળના ત્રીજા સાથીને ગુમાવી દીધા છે. ૫૯ વર્ષીય અનંત કુમાર છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી ગ્રસ્ત હતા. દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકમાં ભાજપને મજબુત કરવામાં તેમની ચાવીરૂપ ભૂમિકા હતી. વાજપેયી સરકારમાં પણ તેઓ મંત્રી તરીકે હતા. એ વખતે સૌથી યુવા કેબિનેટ પ્રધાન તરીકે અનંત કુમાર રહ્યા હતા. કેબિનેટ પ્રધાન તરીકે અનંત કુમારે એ વખતે પણ શાનદાર સેવા આપી હતી. અનંત કુમાર પહેલા મોદી સરકારના અન્ય બે પ્રધાનોના એકાએક નિધન થયા હતા. અત્રે નોંધનીય છે કે ભાજપના શક્તિશાળી નેતા ગોપીનાથ મુન્ડેનુ ત્રીજી જુન ૨૦૧૪ના દિવસે એક માર્ગ અકસ્માતમાં નિધન થયુ હતુ. તેઓ મોદી સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ પ્રધાન તરીકે હતા. એકાએક નિધનના કારણે તેઓ ભારતીય રાજનીતિના ઇતિહાસમાં સૌથી ઓછા સમય સુધી કેન્દ્રિય પ્રધાન તરીકે રહ્યા હતા. ગયા વર્ષે મે મહિનામાં અનિલ માધવ દવેનુ પણ એકાએક અવસાન થયુ હતુ. તેઓ મોદી સરકારમાં પર્યાવરણ પ્રધાન તરીકે હતા. દવેની ઓળખ પર્યાવરણ માટે લડનાર યોદ્ધા તરીકેની હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય પ્રધાન રાજનાથ સિંહ, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યુ છે. રાષ્ટ્રપતિએ કહ્યુ છે કે અનંત કુમારના નિધન અંગે સાંભળીને દુખ થયુ છે. તેમનુ અવસાન કર્ણાટકના લોકોને આઘાત સમાન છે. મોદીએ કહ્યુ છે કે તેમના સાથી અનંત કુમારના નિધન અંગે સાંભળીને દુખ થયુ છે. તેઓ શાનદાર નેતા હતા. યુવા તરીકે રાજનીતિમાં પ્રવેશ કર્યા બાદ અત્યંત પરિશ્રમ અને કરૂણાની સાથે લોકોની સેવામાં લાગેલા હતા. ભગવાન તેમની કમીને સહન કરવાની શક્તિ પરિવારને આપે તેવી તેમની પ્રાર્થના છે. મોદીએ કહ્યુ હતુ કે તેમના પત્નિ તેજસ્વિની સાથે વાત થઇ છે. અનંતકુમારના અવસાન બાદ જુદા જુદા નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામને કહ્યું છે કે, અનંતકુમારના સંદર્ભમાં સાંભળીને ખુબ આઘાત લાગ્યો છે. લાંબા સમય સુધી તેઓ ભાજપને મજબૂત કરવામાં લાગેલા હતા. બેંગ્લોરમાં તેમની સેવા ક્યારેય ભુલાશે નહીં.

Related posts

ભારતીય નૌકાદળે ૬૮ યુદ્ધ જહાજોના ઓર્ડર આપ્યા

aapnugujarat

ઇન્દિરા ગાંધી હિટલર કરતા પણ આગળ રહ્યા : જેટલી

aapnugujarat

તમિળનાડુ : દિનાકરણ ૧૫ માર્ચે નવી પાર્ટી લોંચ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1