Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૩૪૬ પોઇન્ટ ઘટીને બંધ રહેતા નિરાશા

શેરબજારમાં તહેવારની રજા બાદ આજે કારોબારની શરૂઆત થયા બાદ પ્રથમ દિવસે જ નિરાશાજનક માહોલ રહ્યો હતો. સેંસેક્સ ૩૪૬ પોઇન્ટ ઘટીને ૩૪૮૧૩ની નીચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૩૫૦૦૦ની સપાટી ગુમાવી દીધી છે. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં ૧૦૩ પોઇન્ટનો ઘટાડો નોંધાતા તેની સપાટી ૧૦૪૮૨ નોંધાઈ હતી. સેક્ટર ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૨.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સના શેરમાં ઉલ્લેખનીય ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૨.૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તાતા મોટર્સ, હિરો મોટોના શેરમાં ઘટાડો નોંધાતા ઓટો ઇન્ડેક્સના શેરમાં ઘટાડો નોંધાયો હતો. આ શેરમાં ૨.૪ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૦.૭ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ટેક મહિન્દ્રા અને ઇન્ફોસીસના શેરમાં વધારો જોવા મળ્યો હતો. ટાઈટન કંપનીના શેરમાં છ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી બાજુ રૂપિયામાં નરમાઈનો માહોલ રહ્યો હતો. એશિયન શેરબજારમાં ઘટાડો રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં બે ટકાનો ઉછાળો નોંધાયો હતો. ટોપ નિકાસકાર સાઉદી અરેબિયાએ ડિસેમ્બર મહિનામાં પુરવઠામાં કાપ મુક્યો હતો. બીએસઈ સેંસેક્સ છેલ્લા સપ્તાહમાં ૭૯ પોઇન્ટ ઘટીને ૩૫૧૫૮ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૩ પોઇન્ટ ઘટીને ૧૦૫૮૫ની નીચી સપાટીએ રહ્યો હતો. બેંચમાર્ક બ્રેન્ટ ક્રુડની કિંમત ઘટીને નીચી સપાટીએ પહોંચી છે તે ૭૦ ડોલરથી પણ નીચે પહોંચી ગઈ છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ચાર મહિનાની ઉંચી સપાટીથી તેમાં ૧૮ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. તેની કિંમત હવે ૬૯.૭૦ ડોલર ઉપર રહી છે. આ સપ્તાહમાં ચાર સેન્ટનો ઘટાડો થયો છે. એસબીઆઈ, વોલ્ટાજ, પીએનબી હાઉસિંગના પરિણામ પણ જારી કરવામાં આવનાર છે. બ્રિટાનિયા, તાતા સ્ટીલ, હિન્દુસ્તાન મોટર્સ, જેટ એરવેઝ, જિંદાલ સ્ટીલ, યુનિયન બેંક, ઓપોલો ટાયર, બોમ્બે ડાઇંગ, સનફાર્મા દ્વારા તેમની કમાણીના આંકડા આગામી સપ્તાહમાં જારી કરવામાં આવનાર છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન રજાનો માહોલ રહ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં રિટેલ ફુગાવો વધીને ૩.૭૭ ટકા રહ્યો હતો જે ઓગસ્ટ મહિનામાં ૩.૬૯ ટકા હતો જે ૧૦ મહિનાની નીચી સપાટી હતી. બીજી બાજુ બુધવારના દિવસે ઓક્ટોબર હમિના માટેના હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઈ)ના આંકડા જારી કરવામાં આવનાર છે. સપ્ટેમ્બર મહિનામાં ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો વધીને ૫.૧૩ ટકા થયો હતો જે ઓગસ્ટ મહિનામાં ૪.૫૩ ટકાની નીચી સપાટીએ હતો. વધુમાં ગુરુવારના દિવસે ભારતના વેપાર બેલેન્સ આંકડા પણ જારી કરવામાં આવનાર છે. સપ્ટેમ્બર ટ્રેડ ડેફિસિટનો આંકડો ૧૩.૯૦ અબજ ડોલર રહ્યો હતો. આ ઉપરાંત અન્ય જે પરિબળોની અસર શેરબજાર પર થનાર છે તેમાં આંતરરાષ્ટ્રીય તેલ કિંમતો, આઈઆઈપીના આંકડા, ફુગાવાના આંકડા, ફોરેક્સ માર્કેટની સ્થિતિ, ત્રિમાસિકગાળાના કમાણીના આંકડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના ઉપપ્રમુખ માઇક પેન્સ વચ્ચે થનારી બેઠકને લઇને પણ કારોબારીઓની નજર કેન્દ્રિત થઇ ગઈ છે. બંને નેતાઓ આગામી મહિનામાં સિંગાપોરમાં બેઠક દરમિયાન દ્વિપક્ષીય વાતચીત કરનાર છે. આ બેઠકમાં તમામ પાસાઓ ઉપર ચર્ચા થશે. ખાસ કરીને વેપાર પાસા પર ચર્ચા થનાર છે.
શેરબજારમાં હાલમાં બે દિવસની રજા રહી હતી. ટાઈટન કંપની દ્વારા તેના નેટ પ્રોફિટના આંકડા જારી કરી દેવામાં આવ્યા છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે પુરા થયેલા ત્રિમાસિક ગાળા માટે નેટ પ્રોફિટમાં ૮.૩૪ ટકાનો વધારો નોંધાતા આ આંકડો ૩૦૧.૧૧ કરોડ નોંધાયો છે. આઈએલ એન્ડ એફએસ ગ્રુપના તેના કોર્પોરેટ ડિપોઝિટ માટે કરવામાં આવેલી જોગવાઈને લઇને ઉતારચઢાવની સ્થિતિ છે. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ આવક ૪૫૯૫.૧૩ કરોડ રહી હતી જે અગાઉના ત્રિમાસિક ગાળામાં ૩૬૦૩.૦૧ કરોડ નોંધાઈ હતી. એશિયન બજારમાં પણ આંકડાઓ ઉપર નજર રહેલી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. તેની કિંમતમાં બે ટકાનો વધારો થતાં કિંમતમાં ફરીવાર વધારો થઇ શકે છે. ઓક્ટબરની શરૂઆત બાદથી ક્રૂડની કિંમતમાં ૨૦ ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. વૈશ્વિક તેલ કિંમતો માટે બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડની કિંમત છેલ્લા બંધથી વધીને બેરલદીઠ ૭૧.૫૯ સુધી થઇ ગઈ છે.

Related posts

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી, ભારતીય નાગરિકતા પર માહિતી મંગાઈ

aapnugujarat

અદાણીના સ્ટોક્સ ઉંચકાતા LICને રાહત, 5500 કરોડ રૂપિયાનો ફાયદો થયો

aapnugujarat

जम्मू-कश्मीरः टेरर अटैक अमरनाथ यात्रा पर अल्टिमेटम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1