Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી, ભારતીય નાગરિકતા પર માહિતી મંગાઈ

કેન્દ્રીય સૂચના આયોગે ગૃહ મંત્રાલયને નિર્દેશ કર્યો છે કે, તે આરટીઆઈ કરનાર વ્યક્તિને જવાબ આપે કે જેમાં સોનિયા ગાંધીની ભારતીય નાગરિકતાની માહિતી માંગવામાં આવી છે. ઉજ્જૈનના આરટીઆઈ આવેદકે વિદેશ મંત્રાલયનો સંપર્ક કરીને સોનિય સહિત વિદેશ નાગરિકોના ભારતીય નાગરિકતા મેળવવાની માહિતી માંગી છે. તેમણે સોનિયાની નાગરિકતા આવેદનની પણ માંગ કરી હતી. જે દસ્તાવેજોની માંગણી કરી છે, તેમા નાગરિકતાના સમર્થનમાં આપવામાં આવેલ દસ્તાવેજોની કોપી, અધિસૂચના, આદેશ નિયમ, સોનિયાની ભારતીય નાગરિકતા સંબંધિત પત્રાચાર અને તપાસ પ્રક્રિયાની નોટિસ પણ સામેલ છે.
આ મામલે વિદેશ મંત્રાલયે ગૃહ મત્રાલયને સ્થાનાંતરિત કરી દીધુ છે, પરંતુ ગૃહ મંત્રાલયે સવાલોનો જવાબ આપ્યો નથી. મુખ્ય સૂચના આયુક્ત આર.કે. માથુરે ગૃહ મંત્રાલયના આવેદનનો જવાબ આપવા કહ્યું છે. માથુરે કહ્યું કે, રેકોર્ડ જોયા બાદ તે જાણવા મળ્યું કે, ગૃહ મંત્રાલયનો કોઈ જવાબ ઉપલબ્ધ નથી.ગૃહ મંત્રાલયને અપીલકર્તાના આ આદેશની પ્રાપ્તિની તારીખથી ૧૫ દિવસના અંદરમાં જવાબ આપવો જોઈએ. તેમણે ગૃહ મંત્રાલયના કેન્દ્રીય સાર્વજનિક સૂચના અધિકારીને પણ નિર્દેશ કર્યો છે કે, તે સુનવણીની આગલી તારીખ પર તેમની સામે ઉપસ્થિત રહે.

Related posts

डिजिटल पेमेन्ट कंपनी पेटीएम का पेमेंट्‌स बैंक शुरु हुआ

aapnugujarat

J&K को लेकर बोले तेजस्वी – एक सच्चे लोकतंत्र में लोग बीना कारण के बंद नहीं होते हैं

aapnugujarat

केंद्र सरकार का कश्मीर से बंदिशें पूरी तरह से हटाने का बड़ा प्लान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1