Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

ચીન અને પાકિસ્તાન સ્તબ્ધ થઇ જાય તેવા શસ્ત્રો ભારતને આપશે ઇઝરાયલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના એક મહાન નેતા ગણાવતા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ જણાવ્યુ છે કે બંને દેશો વચ્ચેના સંબંધો ગણિતીય ફોર્મ્યુલા હિસાબથી ઉત્તમ છે. તેમણે કહ્યુ હતુ કે, બંને દેશો વચ્ચે ભાગીદારીનો વિસ્તાર જળ, સુરક્ષા, ઉર્જા તથા અન્ય ક્ષેત્રમાં કરવામાં આવશે. તેમણે કહ્યુ હતુ કે, સફળતાની ફોર્મ્યુલા સરળ છે.ભારત અને ઇઝરાયલે ગઇકાલે રાત્રે ૧૧-૩૦ કલાકે એક સંયુકત પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતુ. જેમાં પીએમ મોદીએ ઇઝરાયલ સાથે પોતાના આર્થિક સંબંધોને મજબુત કરવા જણાવ્યુ હતુ તો બેન્જામીને બંને દેશો માટે ત્રાસવાદને એક પડકાર ગણાવ્યો હતો અને આની સામે સાથે મળીને નિપટવામાં આવશે.
મોદીએ આતંકવાદના મુદે ઇઝરાયલનો સાથ મળશે તેવુ કહ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, સભ્ય સમાજમાં હિંસાને કોઇ સ્થાન નથી. બંને દેશો માને છે કે, અતિ સહાનુભુતિ તથા સ્વાભાવિક ભાઇચારો જરૂરી છે.દરમિયાન ઇઝરાયલ ભારતને એવા હથિયાર આપશે જેનાથી પાકિસ્તાન અને ચીન સ્તબ્ધ થઇ જશે.
ભારત ઇઝરાયલથી હેરોન ડ્રોન ખરીદવા જઇ રહ્યુ છે. જેનાથી સીમાના મોરચે ઘણી મજબુતી મળશે. જાણવા મળતી વિગત મુજબ બંને દેશો ૧૦ હેરોન ટીપી ડ્રોનને લઇને ડીલ થશે. હેરોન ટીપી ડ્રોન હવાથી જમીન પર માર કરતી મિસાઇલ સાથે જોડાયેલી છે. તેની તુલના અમેરિકાના પ્રિબેટરને રીપર ડ્રોન સાથે કરવામાં આવે છે. તે સતત ૩૦ કલાક સુધી ઉડવા સક્ષમ છે. ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં આ મદદરૂપ થશે. તે હવામાંથી ત્રાસવાદીઓના ઠેકાણાઓની ઓળખ કરી લેશે, નિશાના ઉપર લઇ શકશે અને તેને ધ્વસ્ત પણ કરી શકશે. ૪૦૦ મીલીયન ડોલરનો આ કરાર થશે. હેરોન ટીપી ડ્રોન ૧૦૦૦ ટન વજન ઉઠાવીને ૪પ૦૦૦ ફુટની ઉંચાઇ સુધી કોઇપણ મૌસમમાં ઉડી શકે છે અને તે સંપુર્ણપણે ઉડી શકે છે. કંટ્રોલરૂમમાં તેને ઓપરેટ કરી શકાય છે. કોઇ પાઇલોટની જરૂર રહેતી નથી. આ ડ્રોન મળવાથી ભારતને પાકિસ્તાન અને ચીન સરહદે ફાયદો થશે. આ ડ્રોન થકી ભારત બોર્ડર પાર કર્યા વગર પીઓકેમાં ચાલતા ત્રાસવાદીઓના કેમ્પ ઉપરાંત ડોન દાઉદ, ત્રાસવાદી હાફીઝ અને સઇદ સલાઉદ્દીનને નિશાના ઉપર લઇ શકશે. આતંકવાદ સામે લડવામાં આ ડ્રોન મહત્વના સાબીત થશે.

Related posts

अफगानिस्तान में 6 सुरक्षाकर्मियों की मौत, 35 आतंकी ढेर

aapnugujarat

ધાંધલ ધમાલના કારણે બંને ગૃહની કાર્યવાહી મોકૂફ

aapnugujarat

दुश्मन के छक्के छुड़ाने के लिए नौसेना में पनडुब्बी INS खंडेरी शामिल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1