Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૦ રૂપિયાની નવી નોટ કદાચ એટીએમમાં મૂકવામાં નહીં આવે

ભારતીય રિઝર્વ બેંક રૂ. ૨૦૦ના મૂલ્યની નવી ચલણી નોટ આગામી મહિનાઓમાં ચલણમાં મૂકે એવી ધારણા છે. ઓછા મૂલ્યની ચલણી નોટોની સપ્લાય ઓછી હોવાને કારણે રોકડ વ્યવહારોમાં ઊભા થયેલા દબાણને હળવું કરવા માટે રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.સૂત્રોનું કહેવું છે કે નવી ૨૦૦ રૂપિયાની નોટ ૨૦૧૭ના વર્ષના અંત પહેલા ચલણમાં મૂકી દેવામાં આવશે. સૂત્રોએ એમ પણ કહ્યું છે કે રૂ. ૧૦૦૦ની નોટને ફરીથી ચલણમાં મૂકવાનો સરકારનો હાલ કોઈ પ્લાન નથી.એવું પણ કહેવાય છે કે ૨૦૦ રૂપિયાની નોટને એટીએમમાં મૂકવામાં નહીં આવે એટલે એટીએમમાંથી આ નોટ મળી નહીં શકે. એને બદલે આ નોટ રૂ. ૧૦, રૂ. ૨૦ અને રૂ. ૫૦ની કરન્સી નોટ્‌સની જેમ બેંકની શાખાઓ મારફત જ સર્ક્યુલેટ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે સરકારે ગયા વર્ષના નવેમ્બરમાં રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લીધી હતી.હવે નવી રૂ. ૨૦૦ની નોટ ઈસ્યૂ કરવાના સંદર્ભમાં રિઝર્વ બેંક ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડે એવી ધારણા છે.૨૦૦ રૂપિયાની નોટોનું છાપકામ હાથ ધરવામાં આવ્યું છે અને ચલણમાં ઉતારાયા બાદ દેશમાં કરન્સીની તંગીની સ્થિતિમાં સુધારો આવશે.લોકોને હાલ રૂ. ૨૦૦૦ની નોટોનાં છૂટા કરાવવામાં તકલીફ પડી રહી છે તેથી રૂ. ૨૦૦ની નોટ ચલણમાં આવ્યા બાદ પરિસ્થિતિમાં સુધારો થશે.નાણાં મંત્રાલય સાથે મસલત કર્યા બાદ રિઝર્વ બેંકે રૂ. ૨૦૦ની નોટ ચલણમાં લાવવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. સરકારી પ્રિન્ટિંગ પ્રેસોમાં નવી નોટના સુરક્ષા માપદંડો તથા ગુણવત્તાની અનેક પ્રકારની ચકાસણીઓ કરવામાં આવી રહી છે.

Related posts

नाचने-गाने वाले के मुंह नहीं लगा करते है : आजम खान

aapnugujarat

पीएम केयर्स फंड को एनडीआरएफ में ट्रांसफर की याचिका सुप्रीम कोर्ट ने की खारिज

editor

बजट के बाद आज पेट्रोल और डीजल की कीमत में आई गिरावट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1