Aapnu Gujarat
ગુજરાત

રાપરમાં ૬૫ ગાયોના સાયનાઇડના લીધે મોત થયાં

રાપરની ગૌશાળામાં શુક્રવાર-શનિવારે મોટીસંખ્યામાં ગાયો મરવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે.કચ્છના રાપરમાં ૩૦ જૂન-૧ જુલાઇએ એકાથે ૬૫ ગાયવાછરડાંના મોત નીપજ્યાં હતાં. આ મામલે સરકારી પશુ દવાખાનાંમાં થયેલાં પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યું છે કે ગાયોના મોત સાયનાઇડ ઝેરના લીધે થયાં છે.રીપોર્ટ પહેલાં માનવામાં આવ્યું હતું કે ભારે વરસાદના કારણે આવેલી પૂરના કારણે ગાયોના મોત થયાં હતાં. જોકે રીપોર્ટના આધારે સ્પષ્ટ થઇ ગયું છે કે વરસાદ સાથે આ ૬૪ ગાયો મરી નથી. આ આ બીજી મોટી ઘટના છે કે જ્યારે મોટી સંખ્યામાં ગાયોના મોત થયાં છે.
રાપરથી સાત કિલોમીટર દૂર આલી શ્રી જીવદયા મંડળની ગૌશાળામાં આ ઘટના બની હતી. શનિવારે રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. સાંજે સાડા સાતના અરસામાં ભરવાડોએ ગાયોને અચાનક બેહોશ થતાં જોઇને ગૌશાળા સંચાલકોને જાણ કરી હતી. તરત જ પશુ ડોક્ટરો ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને લગભગ ૮૦ ગાયો-વાછરડાંની સારવાર શરુ કરી હતી. આમાંથી ૩૦ ગાય જ બચી શકી હતી.
આ સંસ્થા રાપરમાં ત્રણ પાંજરાપોળ ચલાવે છે અને આશરે ૮૦૦૦ પશુની દેખભાળ કરે છે. રાપરમાં એ સમયે સાત ઇંચ વરસાદ થયો હતો અને બીજા બે દિવસ પણ ભારે વરસાદ પડ્યો હતો. જે કારણે માની લેવાયું કે ગાયોના મોત વરસાદથી થયાં પરંતુ પશુ ડોક્ટરોએ કરેલા ગાયોના પોસ્ટમોર્ટમમાં સાઇનાઇડ ઝેરની અશરથી મોત થયાં હોવાનું બહાર આવ્યું છે. ગાયોને ખવડાવવામાં આવેલા બાજરાના રજકામાં આ ઝેર મળ્યું છે જે શનિવારે બપોરે ખવડાવવામાં આવ્યું હતું. તેમાં સાયનાઇડની માત્રા વધુ હતી. આ ઘાસ ખાધા બાદ જે ગાયોએ પાણી પીધું તેના માટે જીવલેણ સાબિત થયું હતું.સંસ્થાએ આ સંદર્ભે જણાવ્યું કે ગાયો માટેનો ચારો આસપાસના ગામોમાંથી આવે છે. લગબઘ ૧૦ ટ્રક ઘાસચારો દરરોજ લાવવામાં આવે છે. સરકાર દ્વારા ટોકનદરે રાપર અને ફતેહગઢમાં ઘાસડીપો ચલાવાય છે પરંતુ બધાં લોકો આ ઘાસ ખરીદતાં નથી.કચ્છની આ ઘટના ગૌવંશ માટે સરકારે દાખવેલી સંવેદનશીલતાના ગણતરીના દિવસોમાં જ બની છે. આ પહેલાં પણ ગત વર્ષે એપ્રિલમાં કચ્છના નારાયણ સરોવરની ગૌશાળામાં ઝેરયુક્ત ઘાસચારો ખાતાં ૨૪ ગાય-વાછરડાંના મોત થયાં હતાં. જેમાં જાણવા મળ્યું હતું કે મકાઇને ખેતરમાંથી કાપી લેવાયા બાદ જરુરી માત્રામાં હવા ન મળતાં તેમાંનું નાઇટ્રેઇટ ઝેર બની ગયું હતું. રાપરમાં બનેલી ઘટનામાં પણ આ પ્રકારની શક્યતા છે કે કોઇ ષડયંત્ર છે તેની તપાસ કરાવવાની લાગણી લોકોએ વ્યક્ત કરી હતી.

Related posts

રાજ્યમાં ૨૨ ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડશે

aapnugujarat

५७ टंकी को ४५ दिन में तोड़ा जाएगा : नेहरा

aapnugujarat

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં ત્રણ દિપડા અને ત્રણ દિપડી લવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1