Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૧ ઓક્ટોબરથી ફરી શરૂ થશે રામ મંદિર આંદોલન : તોગડિયા

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે અયોધ્યા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ સાથે જોડાયેલા એક મુદ્દા પર ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટના નિર્ણય બાદ હવે નક્કી થઇ ગયું છે કે ૨૯ ઑક્ટોબરથી અયોધ્યા કેસની સુનાવણી ટાઇટલ સુટના આધારે શરૂ થશે. એક બાજુ કોર્ટનો નિર્ણય આવ્યો અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ જાહેર કર્યું કે તેઓ ફરી રામ મંદિર માટે આંદોલન શરૂ કરશે. તેમણે જણાવ્યું કે તેઓ તેમના સમર્થકો સાથે લખનઉથી અયોધ્યા સુધી કૂચ કરશે.
તોગડિયાએ જાહેર કર્યું કે તેઓ ૨૧ ઑક્ટોબરથી લખનઉથી અયોધ્યા માટે કૂચ કરશે. હરિયાણાના બહાદુરગઢમાં પત્રકારો સાથે વાત કરતી વખતે તોગડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યો કે તેમણે તેમના વચનો પૂરા નથી કર્યા. હ્લડ્ઢૈંના વિરોધમાં થયેલા ભારતબંધનું પણ તેમણે સમર્થન કર્યું હતું. તેમણે જાહેર કર્યું કે તેઓ રોહતકમાં વેપારીઓ સાથે રહેશે.
વધુમાં તોગડિયાએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ કરોડો લોકોને સાથે છળ કર્યું છે અને હવે તે લોકો અમારી સાથે છે. પ્રવીણ તોગડિયાએ દાવો કર્યો કે ભાજપના ઘણા સાંસદ-વિધાનસભ્ય અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના ઘણા કાર્યકરો તેમની સાથે આ આંદોલનમાં છે.

Related posts

પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસ રદ કરી, તમામ યાત્રીઓ લાહોરમાં ફસાયા

aapnugujarat

એસસીઓ સંમેલનમાં વડાપ્રધાન મોદીની કઝાખિસ્તાનના પ્રમુખની સાથે  વિસ્તૃત વાતચીત

aapnugujarat

ભારતીયોને ફટકો : ૪૫૭ વિઝા ઓસ્ટ્રેલિયામાંય ખતમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1