એસસીઓમાં ભાગ લેવા માટે મોદી ગુરુવારના દિવસે કઝાકિસ્તાનના પાટનગર અસ્તાના પહોંચ્યા હતા. મોદીએ કઝાકિસ્તાનના પ્રમુખ નૂર સુલ્તાન નઝર બાયેવ દ્વારા આયોજિત સ્વાગત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પણ જોડાાય હતા. એસસીઓ સંમેલનમાં આ વખતે ભારત અને પાકિસ્તાનને સંપૂર્ણ સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. મોદીએ કઝાકિસ્તાનના પ્રમુખ નજર બાયેવ સાથે પણ વાતચીત કરી હતી. એસસીઓ સંમેલન ગઇકાલે શરૂ થયા બાદ આજે પણ જારી રહ્યું હતું. ભારત અને પાકિસ્તાનના આ ગ્રુપમાં સામેલ થયા બાદજ સેન્ટ્રલ એશિયાથી વધીને દક્ષિણ એશિયા સુધી તેનું વિસ્તાર થયું છે. આ મિટિંગન ઉપયોગી ગણવામાં આવે છે. અસ્તાનામાં મોદી ઉઝબેક પ્રમુખને મળીને ચર્ચા વિચારણા કરી હતી. નવાઝ શરીફે પણ એકબીજાનો આભાર માન્યો હતો. અસ્તાનામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ બંને ઉપસ્થિત રહ્યા હતા. ૨૫મી ડિસેમ્બર ૨૦૧૫માં લાહોરમાં તેમની છેલ્લી બેઠક બાદ મોદી અને શરીફ આમને સામને આવ્યા હતા. ડિસેમ્બર ૨૦૧૫માં ઐતિહાસિક શહેરમાં મોદી આશ્ચર્યજનકરીતે રોકાયા હતા. વાતચીતની પણ શક્યતા હતી પરંતુ વાતચીત થઇ ન હતી. મોદીએ ઝિંગપિંગ સાથે વિવિધ વિષય ઉપર ચર્ચા કરી હતી. ભારતે ચીન-પાકિસ્તાન ઇકોનોમીક કોરિડોરને લઇને ચિંતા વ્યક્ત કરી છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, બંને દેશો કમાન્ડોને મજબૂત કરી શકે છે. ચીનના ટેકા વગર ભારતની હાજરી શક્ય ન હતી.
પાછલી પોસ્ટ