Aapnu Gujarat
ગુજરાત

ડેન્ટલ ક્લિનિકમાં દર્દીએ ડોકટરના ગળે છરી મૂકી

આનંદનગર રોડ પર આવેલ આદિત્યરાજ આર્કેડમાં ડિવાઇન ડેન્ટલ ક્લિનિકમાં ભરબપોરે પેશન્ટ બની આવેલ યુવકે મહિલા ડોકટરના ગળે છરી મૂકી મોબાઇલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઇ જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવથી ફફડી ઉઠેલી મહિલા ડોકટરે સમગ્ર ઘટના અંગે આનંદનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મામલે જરૂરી ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આનંદનગર વિસ્તારમાં આવેલ હંસ રેસિડન્સીમાં ડો. દૃષ્ટિ ભટ્ટ રહે છે. તેઓ આનંદનગર રોડ પર આવેલા આદિત્યરાજ આર્કેડમાં ડિવાઇન ડેન્ટલ ક્લિનિક ધરાવે છે. નરેન્દ્ર રાઠોડ નામનો શખસ જે અગાઉ તેની માતા કમલાબહેનની સારવાર માટે ડો. દૃષ્ટિના ક્લિનિક પર આવતો હતો તે ગઇકાલે બપોરના ૧ર વાગ્યાની આસપાસ પોતાની દાંતની સારવાર માટે આવ્યો હતો. સારવાર કરાવ્યા બાદ તેણે ફી પણ ચૂકવી હતી. બીજી વાર ક્યારે બતાવવા આવવું તેમ કહી ઊભો થયો હતો. દરમ્યાનમાં ડો.દૃષ્ટિ ખાનામાંથી મોબાઇલ કાઢતા હતા ત્યારે નરેન્દ્ર રાઠોડે તેની પાસે રહેલી છરી કાઢી ગળા પર રાખી મોબાઇલ ફોનની લૂંટ ચલાવી હતી. ડોકટરે બૂમાબૂમ કરતાં તે ત્યાંથી નાસી ગયો હતો. આનંદનગર પોલીસ સ્ટેશનમાં મહિલા ડોકટરે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

Related posts

વાર્ષિક પ૦ હજાર ટ્રકની ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ કચ્છમાં શરૂ થશે

aapnugujarat

બે વર્ષમાં ૧૮૪ સિંહના મૃત્યુ : સરકારની કબૂલાત

aapnugujarat

ગુજરાત વિદ્યાપીઠ પાસે આંગડિયા પેઢીના કર્મચારીની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1